________________
છે; કારણ કે વાચક ઉમાસ્વાતિ પિતાને કૌભીષણિ કહી પોતાનું કૌભીષણ ગોત્ર સૂચવે છે, જ્યારે શ્યામાચાર્યના ગુરુ તરીકે પદાવલીમાં દાખલ થયેલ “સ્વાતિ” “હારિત ગોત્રના વર્ણન વાયેલ છે. વળી તત્ત્વાર્થના પ્રણેતા ઉમાસ્વાતિ વાચકવંશમાં થયેલા હોવાનું ઉક્ત પ્રશસ્તિ સ્પષ્ટ કહે છે, જ્યારે ચામાચાર્ય કે તેમના ગુરુ તરીકે નિર્દેશાયેલ સ્વાતિ નામ સાથે વાચકવંશસૂચક કેઈ વિશેષણ પટ્ટાવલીમાં દેખાતું નથી. આ પ્રમાણે ઉક્ત પ્રશસ્તિ એક બાજુ દિગંબર અને શ્વેતાંબર પરંપરામાં ચાલતી બ્રાંત કલ્પનાઓનું નિરસન કરે છે, અને બીજી બાજુ તે ગ્રંથકર્તાને ટ્રક છતાં સાચે ઇતિહાસ પૂરો પાડે છે.
વાચક ઉમાસ્વાતિના સમય વિષે ઉક્ત પ્રશસ્તિમાં કશે જ નિર્દેશ નથી, તેમજ સમયનું ચોક્કસ નિર્ધારણ કરી આપે
તેવું બીજું પણ કોઈ સાધન હજી પ્રાપ્ત સમય થયુ નથી આવી સ્થિતિમાં પણ એ વિષે
કાંઈક વિચાર કરવા માટે ત્રણ બાબને અહીં ઉપયોગ કરવામાં આવે છે. ૧. શાખાનિર્દેશ, ૨. જૂનામાં જૂના ટીકાકારે સમય, અને ૩. અન્ય દાર્શનિક ગ્રંથોની સરખામણું.
૧. પ્રશસ્તિમાં જે “નિશાણા' ને નિર્દેશ છે, તે શાખા ક્યારે નીકળી એ નિશ્ચયપૂર્વક કહેવું કઠણ છે, છતાં કપસૂત્રની સ્થવિરાવલિમાં “૩ાા' શાખા આવે
૧. “ચિનુ સારું જ વેરિ ચિંર મારા
-નંદિસૂત્રની સ્થવિરાવલી પૂરું જ,