________________
તત્વાર્થસૂત્ર સાધન છે. પ્રસ્તુત શાસ્ત્રને મુખ્ય પ્રતિપાદા વિષય મોક્ષ છે. તેથી મેક્ષના સાધનભૂત ધર્મના ત્રણ વિભાગ કરી * શસ્ત્રકાર પહેલા સેત્રમાં તેને નિર્દેશ કરે છે
सम्यग्दर्शनज्ञानचारिणि मोक्षमार्गः ॥१॥
સમ્યગ્દર્શન, સુયા અને સમ્યારિત્ર એ ત્રણે મળી સાક્ષનું સાધન છે.
આ સૂત્રમાં મેક્ષનાં સાધનેને માત્ર ના નિર્દેશ છે. જો કે મેક્ષ, એનાં સાધનનું સ્વરૂપ તથા પ્રકાર આગળ વિસ્તારથી કહેવામાં આવશે. છતાં અહીં સક્ષેપમાં માત્ર સ્વરૂપ આપી દેવામા આવે છે.
મોક્ષ : બંધનાં કારણેને અભાવ થવાથી જે આત્મિક વિકાસ પરિપૂર્ણ થાય છે, તે મેક્ષ છે. અર્થાત જ્ઞાન અને વિતરાગ ભાવની પરાકાષ્ટા એ જ મોક્ષ છે.
સાધનોનું સ્વ: જે ગુણ એટલે કે શક્તિના વિકાસથી તત્વની અર્થાત સત્યની પ્રતીતિ થાય, જેનાથી હેય અર્થાત છેડી દેવા યોગ્ય અને ઉપાદેય અર્થાત સ્વીકારવા લાગ્યા તત્વના યથાર્થ વિવેકની અભિરુચિ થાય, તે “સમ્યગદર્શને
નય અને પ્રમાણુથી થનારું જીવાદિ તનુ યથાર્થ જ્ઞાન તે “સમ્યગ જ્ઞાન છે.
૧-૨. જે જ્ઞાન, શબ્દમા ઉતારી શકાય છે અર્થાત જેમાં ઉદ્દેશ્ય અને વિધેય૩૫થી વસ્તુ કહેવાય છે, તે જ્ઞાન ની છે, અને જેમા ઉદેશ્ય- વિધેયના વિભાગ સિવાય જ એટલે કે અવિભક્ત વસ્તુનું સંપૂર્ણ અથવા અસંપૂર્ણ યથાર્થ ભાન થાય છે, તે જ્ઞાન પ્રમાણ છે. વિશેષ ખુલાસા માટે જુઓ અધ્યાય ૧, સૂત્ર ૬; તેમ જ ન્યાયાવતાર લેક ર૯-૩૦ના ગુજરાતી અનુવાદ,