________________
અધ્યાય ૧-સૂત્ર ૧ સમ્યજ્ઞાનપૂર્વક કાપાયિક ભાની એટલે કે રાગપની અને યોગની નિવૃત્તિ થવાથી જે સ્વરૂ૫રમણ થાય છે, એ જ “સમ્યફચારિત્ર' છે.
સાધનોનુ સાત્રિ - ઉપર જણાવેલાં ત્રણે સાધને જ્યારે પરિપૂર્ણ રૂપમાં પ્રાપ્ત થાય ત્યારે સંપૂર્ણ મોક્ષનો સંભવ છે, અન્યથા નહિ. એક પણ સાધન જ્યાં સુધી અપૂર્ણ હોય છે, ત્યા સુધી પરિપૂર્ણ મેક્ષ થઈ શકતું નથી. ઉદાહરણ તરીકે, સમ્યગદર્શન અને સમ્યજ્ઞાન પરિપૂર્ણ રૂપમાં પ્રાપ્ત થઈ જાય છે છતાં સમ્મારિત્રની અપૂર્ણતાને લીધે તેરમા ગુણસ્થાનમાં પૂર્ણ મેક્ષ અર્થાત અશરીરસિદ્ધિ અથવા વિદેહમુક્તિ થતી નથી, અને ચૌદમાં ગુણસ્થાનમા શૈલેશી
૧. યોગ એટલે માનસિક, વાચિક તેમ જ કાયિક ક્રિયા.
૨. હિસાદિ દેને ત્યાગ અને અહિંસાદિ મહાવ્રતનું આચરણ પણ સમ્યફચારિત્ર કહેવાય છે. કારણ કે તે દ્વારા રાગદ્વેષની નિવૃત્તિ કરી શકાય છે અને એમની નિવૃત્તિથી દોષને ત્યાગ અને મહાવ્રતનું પાલન સ્વરસિદ્ધ થઈ જાય છે.
૩. જો કે તેમાં ગુણસ્થાનમાં વીતરાગભાવરૂપ ચારિત્ર તે પૂર્ણ જ છે, છતા અહી જે અપૂર્ણતા કહેવામાં આવી છે, તે વીતરાગત્વ અને અગતા એ બંનેને પૂર્ણ ચારિત્ર માનીને જ. આવું પૂર્ણ ચારિત્ર ચૌદમા ગુણસ્થાનમાં પ્રાપ્ત થાય છે અને તરત જ અશરીરસિદ્ધિ થાય છે.
૪. શૈલેશી અવસ્થા એટલે આત્માની એક એવી અવસ્થા કે જેમાં ધ્યાનની પરાકાષ્ઠાના કારણથી મેર સરખી નિષ્પકપતા કે નિશ્ચલતા આવે છે. વધારે ખૂલાસા માટે જુઓ હિંદી કર્મગ્રંથ બીજે, પૃ. ૩૦