________________
- "
ક
4 અલગ
શિર ધt,
અધ્યાય ૧
પ્રાણી અનંત છે અને બધાંયે સુખને ચાહે છે. સુખની કલ્પના પણ બધાંની એકસરખી નથી છતાયે વિકાસના
છાપણુ વધતાપણું પ્રમાણે પ્રાણીઓના અને એમના સુખના સંક્ષેપમાં બે વર્ગ કરી શકાય છે. પહેલા વર્ગમાં અલ્પ વિકાસવાળાં પ્રાણીઓનો સમાવેશ થાય છે. તેમના સુખની કલ્પના બાહ્ય સાધન સુધી પહોંચે છે. બીજા વર્ગમાં અધિક વિકાસવાળાં પ્રાણીઓ આવે છે. તેઓ બાહ્ય અર્થાત ભૌતિક સાધનની સંપત્તિમાં સુખ ન માનતાં ફક્ત આધ્યાત્મિક ગુણોની પ્રાપ્તિમાં જ સુખ માને છે. બન્ને વર્ગ માનેલા મુખમાં તફાવત એ છે કે, પહેલું સુખ પરાધીન છે, જ્યારે બીજું સુખ સ્વાધીન છે. પરાધીન સુખને શ્રમ અને સ્વાધીન સુખને મા કહે છે. કામ અને મોક્ષ એ જ પુરુષાર્થ છે. તે બે સિવાય બીજી કઈ પણ વસ્તુ પ્રાણીઓને માટે મુખ્ય સાધ્ય નથી. પુરષાર્થોમાં અર્થ અને ઘને ગણવામાં આવે છે તે મુખ્ય સાધ્યરૂપે નહિ પણ કામ અને મેક્ષના સાધનરૂપે. અર્થ એ કામન અને ધર્મ એ મેક્ષનું પ્રધાન