________________
પૂજન-અર્ચન સંબંધી વિશેષ
૧૪૧.
વિશ્વામિત્રસંહિતામાં છેડશેપચારની પ્રશંસા. કરેલી છે અને તેને કેમ નીચે પ્રમાણે જણાવેલ છે ? (૧) આસન, (૨) સ્વાગત, (૩) પાઘ, (૪) અર્થ, (૫) આચમનીય, (૬) મધુપર્ક, (૭) સ્નાન, (૮) વસ્ત્ર, (૯), અલંકાર, (૧૦) ગંધ, (૧૧) પુષ્પ, (૧૨) ધૂપ, (૧૩) દીપ, (૧૪) નૈવેદ્ય, (૧૫) તાંબુલ અને (૧૬) નમસ્કાર. - કર્મ પ્રદીપમાં આ પડશોપચારનો કેમ નીચે પ્રમાણે. જણાવે છે: (૧) આવાહન, (૨) આસન, (૩) પાઘ,. (૪) અર્થ, (૫) આચમન, (૬) સ્નાન, (૭) વસ, (૮) - ઉપવીત, (૯) ગંધ, (૧૦) માલા, (૧૧) ધૂપ, (૧૨) દીપ, (૧૩) નૈવેદ્ય, (૧૪) તાંબુલ, (૧૫) પ્રદક્ષિણ અને (૧૬), પુષ્પાંજલિ. - પૂજન-અર્ચનમાં પડશેષચારને મહિમા ઘણે છે. અને તેમાં પોપચાર, સપ્તપચાર, દશોપચાર તથા દ્વાદશોપચારને પ્રાયઃ સમાવેશ થઈ જાય છે, એટલે અહીં . પ્રચલિત ડેપચારનો જ પરિચય કરાવીશું.
(૧) આવાહન-દેવતા પહેલેથી આસન પર પ્રતિ-.. ષ્ઠિત હોવાથી આવાહન નામના ઉપચાર કરવામાં આવતો.. નથી, પણ તેની જગાએ તેનું ધ્યાન ધરવામાં આવે છે.
(૨) આસન-દેવતાને પધરાવવા માટેનું કાષ્ઠનું, આસન ચેવિશ આંગળ લાંબું, સળ. આગળ પહોળું અને ચારથી પાંચ આંગળની ઊંચાઈવાળું હોવું જોઈએ જેથી બધી ક્રિયા સરલતાથી કરી શકાય.