________________
૧૦.
અનેક વર્ષો સુધી મુંબઈ સુધરાઈના સભ્ય તરીકે મુંબઈનગરપાલિકાની સેવા કરી છે, ઘણુયે કાયદા સમિતિનું પ્રમુખપદ એમણે
ભાવ્યું છે. મુંબઈ વિદ્યાપીઠની સેનેટના અને સીન્ડીકેટના સભ્ય તરીકે કેળવણીના ક્ષેત્રે પણ સારી સેવાઓ બજાવી છે. સર સયાજીરાવ હીરક મહેત્સવ અને સ્મારકનિધિના માનદ મંત્રી તેમજ માનનીય ટ્રસ્ટી તરીકે જુના વડેદરા રાજ્યની સેવા કરી રહ્યા છે. મુંબઈ વિભાગીય કેગ્રેસની અનેક વર્ષો સુધી મંત્રી તરીકે, ૧૫૫ માં ઉપ– પ્રમુખ તરીકે અને ૧૯૫૭ માં પ્રમુખ તરીકે સુંદર કામગીરી બજાવી મુંબઈ કેંગ્રેસની અનન્ય સેવા કરી છે.
ભારત-પાકિસ્તાન સંઘર્ષ વેળા કેન્દ્રીય રાહત સમિતિમાં ઈન્દિરાજીની નેતાગીરીમાં તેમણે જે કામ કર્યું, તેથી ઈન્દિરાજીએ તેમને પ્રધાન બનાવી ગ્ય કદર કરી છે. સને ૧૯૬૭માં શ્રી શાહ આકાશવાણીના પ્રધાન બન્યા અને એઓશ્રીએ ટૂંક સમયમાં સુંદર કામગીરી બજાવી; આકાશવાણીના પ્રધાન તરીકે આકાશવાણીને પગ ભર કરવા માટે અને એના વિકાસ અર્થે એઓછીએ અનેક યોજનાઓ તૈયાર કરી; જેવી કે એઓશ્રીએ આકાશવાણી પર જાહેરાતની શરૂઆત કરાવી વગેરે. ત્યારે માનનીય પંતપ્રધાને તેઓશ્રીને રાષ્ટ્રના જવાબદારીભર્યા રહેઠાણ, આરોગ્ય અને કુટુંબનિયોજનના મંત્રીપદની ભારે જવાબદારી સોંપી. આમજનતા પ્રત્યે અને ગરીબો પ્રત્યે અનન્ય લાગણીને લઈ એઓશ્રીએ ભારે પ્રશંસનીય કાર્ય કરી બતાવ્યું. મુંબઈ ખાતે વાંદરાની ખાડીમાં ખદબદતા હજારે અગણિત ઝુંપડાઓની જગ્યાએ આલીશાન ભવ્ય ગૃહનિર્માણની યોજના એઓશ્રીએ ઘડી અને શ્રીમતી ઇન્દિરાજીના હાથે છેડા વખત પર જ આ ગૃહ નિર્માણનું ખાતમુહૂર્ત કરાવ્યું. વળી, ગૃહનિર્માણની અનેક સુંદર યોજનાઓ સારાય દેશ માટે તૈયાર કરી, જેથી અનેક ગરીબ અને મધ્યમ વર્ગના લેકે સારામાં સારે અને વધારેમાં વધારે લાભ