________________
રીતે પાર પાડયું હતું અને દેશનું કિંમતી ઝવેરાત તેમજ “સ્ટાર ઓફ ધી સાઉથઅને “એગેન્” જેવા કિંમતી હીરાઓ, જે મહાન નેપોલીયન બોનાપાર્ટ પાસે હતો, તે પાછી મેળવી દેશની કિંમતી દોલતને બચાવી હતી. . . . .
: - વડોદરાના મહારાજાના સલાહકાર તરીકે શ્રી શાહે વડોદરાની પ્રજાની અનુપમ સેવા બજાવી છે.. . - .
" બાળપણથી જ રાષ્ટ્રની દાઝ નસેનસમાં વહેતી હતી. રાષ્ટ્ર માટે એઓમાં બાળપણથી જ આંસુમાં બિંદુથી માંડી હીના ટીપાઓનું બલિદાન આપવાની ઉચ્ચ કક્ષાની લાગણીઓ છે. ૧૯૩૦માં જ્યારે દેશભરમાં એક જાગૃતિનો વંટોળ ફરી વળ્યો, ત્યારે તેમણે પણ માતા ભારતનું બંધનરૂપી બેડીમાંથી મુક્ત કરવાની ઝુંબેશમાં ઝંપલાવ્યું અને ૧૯૩૨ની સાલમાં જેલ ભેગા થવું પડયું. ૧૯૪૨માં જ્યારે દેશભરમાં વ્યાપક આંદોલન થયું અને ભારત છોડેની ચળવળ
મેર શરૂ થઈ એ વખતે અગ્રભાગ ભજવ્યું અને જાલીમ અંગ્રેજ સરકારે ફરીથી એમને જેલના સળીયા પાછળ ધકેલી દીધા. ' - ૧૯૫૨ની સાલમાં થયેલી સામાન્ય ચૂંટણીમાં શ્રી શાહ મોટી બહુમતિથી મુંબઈ વિધાનસભામાં ચૂંટાયા. તેમના દરેક હરીફે તેમની અનામત ગુમાવી હતી. એ પરથી આપણને જણાશે કે તેઓશ્રી જનતાના કેટલા લાડીલા છે. ' ' શ્રી કે. કે. શાહ એક ઉચ્ચ કક્ષાના ધારાશાસ્ત્રી, જાણીતા સામાજિક કાર્યકર, મુત્સદી અને રાષ્ટ્રના એક અણનમ લડવૈયા છે. એમણે કેળવણીના ક્ષેત્રે આપેલ ફાળે ઘણે ભારે છે. મુંબઈ વિદ્યા
પીઠની સેનેટનાં તેમજ સીન્ડીકેટના સભ્ય તરીકે બજાવેલી કારકીદ - હંમેશા યાદગાર રહેશે. : :
-