________________
-મંત્રસાધનાપદ્ધતિ
-
૭૩.
- આચાર પણ મંત્રસાધનાનું એક અંગ ગણાય છે, એટલે સાધકે શાસ્ત્રવિહિત આચારનું પાલન કરવું જોઈએ. તેમાં નિત્યકર્મને સમાવેશ થાય છે.
નિત્યકર્મ કર્યા પછી ગુરુદત્ત મંત્રની સિદ્ધિ માટે મંત્રદેવતાનું પૂજન, સ્તવન, જપ અને ધ્યાન એ ચાર કર્મો નિયમિત રીતે કરવા જોઈએ. ' મંત્રદેવતાનું પૂજન પંચોપચાર, અષ્ટપચાર, દશેપચાર, ષોડશેપચાર આદિ અનેકવિધ ઉપચારથી થઈ શકે છે. તેમાં સાધક જેટલો ઉત્સાહ દાખવે તેટલે લાભ છે. - તે પછી તેત્રાદિ બોલવા જોઈએ અને પ્રસંગોપાત્ત સહસ્ત્રનામ વડે સ્તુતિ કરવી જોઈએ. અહીં કવચ, હૃદય વગેરે બેસવાને પણ સંપ્રદાય છે. . તે પછી મંત્રજપ આરંભ જોઈએ.
' તે પછી મંત્રદેવતાના સ્વરૂપનું ધ્યાન ધરવું જોઈએ. એટલે કે તેમના વર્ણ, આભૂષણ, આયુધ, વાહન વગેરેનું . ચિંતન કરવું જોઈએ. આગળ જતાં આજ સ્વરૂપને સાક્ષાત્કાર થાય છે અને સાધક કૃતકૃત્ય બને છે.
જય તે મંત્રસાધનાને મુખ્ય મેરુ છે. તે એના નિયમ મુજબ વ્યવસ્થિત કર જોઈએ અને રોજ જેટલી સંખ્યા પૂરી કરવાની હોય, તે બરાબર પૂરી કરવી જોઈએ