________________
૭ર
મંત્રદિવાકર પુષ્પ વગેરે ગોઠવવાં, તે સ્થાનશુદ્ધિ કહેવાય છે. વિશેષમાં મંત્રપદે બેસીને એ સ્થાનમાં રહેલા ભૂતાદિને દૂર કરવા, એ પણ સ્થાનશુદ્ધિને જ પ્રકાર છે.
એક આસને અમુક સમય સુધી સ્થિર બેઠા વિના સાધના થઈ શકતી નથી. આસને અનેક પ્રકારનાં છે, તેમાંથી જે આસને સુખપૂર્વક લાંબા વખત સુધી બેસી શકાય, તેની જ પસંદગી કરવી; અથવા મંત્રવિધિમાં અમુક જ આસનને નિર્દેશ કર્યો હોય, તો તે આસન પસંદ કરવું.
બેસવા માટેના ઉપકરણને પણ આસન કહેવામાં આવે છે. મંત્રસાધનામાં તેનું પણ મહત્વ છે. તે માટે શામાં કુશાસન, ચેલાસન, મૃગચર્માસન વગેરેને નિર્દેશ થયેલ છે. કુશ એટલે દાભડે. તેનું બનાવેલું આસન તે કુશાસન. આગળના જમાનામાં આ આસનને વધારે ઉપગ થતો. ચેલ એટલે વસ્ત્ર. તેનું બનાવેલું આસન, તે ચેલાસન. અહીં વસ્ત્રથી ગરમ વસ્ત્ર જ ગ્રહણ કરવામાં આવે છે. સૂતરાઉ વસ્ત્રને ઉપગમાં લેવામાં આવતું નથી. મૃગ એટલે હરણ, તેના ચામડાનું બનાવેલું આસન, તે મૃગચર્માસન.
જપને એક નિયમ એવો છે કે માત્ર ભેંય પર * બેસવું નહિ, પણ તેના પર આસન બિછાવીને બેસવું, તેથી અહીં આસનને વિચાર પ્રસ્તુત છે.