________________
૭૪
મંત્રદિવાકે તેના પ્રમાણમાં અસાધારણ કારણ સિવાય વધારે ઘટાડો કરે નહિ. જપ વખતે જે માલાને ઉપગ કરવાને હોય તેને સાધના શરૂ કરતાં પહેલાં જ વિધિપૂર્વક તૈયાર કરી લેવી જોઈએ. આ વિષયમાં જપ-ધ્યાન-રહસ્ય ગ્રંથ વિપુલ માહિતી પૂરી પાડે એમ છે.
જય પછી મંત્રની અર્થભાવના કરવી જોઈએ એટલે કે તેના અર્થ પર ઊંડું ચિંતન કરવું જોઈએ. મંત્રનો મુખ્ય સંબંધ મન સાથે છે, એ મનન જપ તથા . અર્થભાવના બંને પૂર્વક કરવાનું હોય છે.
ત્યાર પછી વિધિ અનુસાર હોમ કરવો જોઈએ.. તેમાં કુંડ, સમિધ તથા દ્રવ્ય અંગે જે પ્રકારનું વિધાન હોય, તે પ્રમાણે જ કરવું જોઈએ.
તે પછી કેટલાક સંપ્રદાય તર્પણ, માર્જન, બ્રહ્મ-- ભોજન આદિ કરવાનું સૂચવે છે. મંત્રસાધનમાં સંપ્રદાય બળવાન છે, એટલે જેને જે સંપ્રદાયની મંત્રદીક્ષા પ્રાપ્ત.. થઈ હોય, તેણે તે અનુસાર બધા કર્મો કરવાં.
દરેક મંત્રના વિધિ કે આમ્નાયમાં તેની પસંખ્યા અતાવેલી હોય છે, તે નિયત સમયમાં પૂરી કરવી જોઈએ.
સાધના સમય દરમિયાન નીચેના નિયમ પાળવા આવશ્યક છે – *. (૧) ભૂશ – સાધકે પવિત્ર વસ્ત્ર પહેરી કુશ