________________
૩૭ સમરાદિત્ય ત્રિીજાભવના અધિકારમાં અવાંતર કથામાં બાલચંદ્ર પિતાનો ભાઈ ગુણચંદ્ર ભાગ ન લઈ જાય અને સાત લાખ સોનૈયા પિતાને પચે, એ માટે ભાઈને મારી પર્વતના ભાગમાં દાટેલ એ ધન પર ચોકી કરતે હતો. પણ મહાકાય સાપથી મર્યો ! કેટલાય ભ બાદ ગુણચંદ્ર ત્યાં બાજુના નગરમાં વણિકપુત્ર થઈ તે પર્વત પર પધારેલા તીર્થંકર ભગવાનને વંદન કરવા ગયેલ. ત્યાં પ્રભુને પૂછે છે, “ભગવંત! આ શું આશ્ચર્ય કે પર્વત પર ઊગેલ એક નારિયેળીના વૃક્ષનું મૂળ નીચે ઠેઠ તળેટીએ હતું? શું ત્યાં નિધાન છે? અને તે કેણે દાટયું?” ભગવાન કહે છે, “હા, ત્યા નિધાન છે અને તે, તે તથા નારિયેળીના જીવે પૂર્વના એક ભવમાં બે ભાઈ બનીને પર્વતના નીચેના ભાગમાં દાટેલ, પણ ભાઈએ તને ધનલેભથી માર્યો. પછીથી વચલા એક ભવમાં એણે તિક્ષ્મણરથી ધન જાણી ત્યાથી ઉઠાવી તળેટીએ દાઢ્યું. આમ લાભરતિવશ જીવ એકેન્દ્રિયપણામાં ગયો. હવે એને શે ઉદ્ધાર ? ભવાભિનંદિતા એટલે કે સંસારનો રસ આવા લેભ-લાભરતિ આદિ દુર્ગણે પર પિવાય છે. ભવવ્યાધિનું પથ્ય લાભ-લેસ–રતિ સામે વિચારણ
અતિ લોભ ને લાભરતિ તે દીર્ઘ ભવ્યાધિને લાવનાર ભયંકર કુપચ્ચ છે. જડ પદાર્થના લાભમા લેભને વિજય થાય છે. એવા લાભ-લાભના સત્કાર ન હોય, એમાં ખૂમારી ન શોભે. વિચારવું જોઈએ કે “અહો મારા જીવનું કેવું અજ્ઞાન ! કે પરાધીન લાભ પર શાબાશી ? આત્માને કાળો મેશ કરનાર લેભમાં ઉજમાળતા લાભ તે પૂર્વના પુણ્યની અનુકૂળતા હોય તો