________________
૩૮
વગર ધારણાએ, અને નહિ જેવી મહેનતે, અઢળક થઈ જાય છે. અનુકૂળતા ન હોય તો ગમે તેટલી ઝંખના, દેડધામ અને હોશિયારી છતાં ખુશામત કરીને પણ લાભ નથી થતો. કદાચ પાદિયે લેવાના દેવા ય થાય છે. આવા કર્મને આધીન પરના લાભની પેઠે શું પડવું? આત્મામાં પાપ ગંજ ખડકે એવા તુચ્છ માન-માલનો લેભશે કર ? લેભ તે સુકૃત, સદાચારે અને સદ્ગણોનો જ કરાય, જેથી સુસંસ્કારો વધે. સત્તા-સંપત્તિ –સન્માન–વિષયસુખોના લાભથી તો જુનાજુના અને ભવવર્ધક જાલિમ કુસંસ્કારો દઢ થાય છે ! જેને ભૂંસવાની તક પછીના ભમાં ક્યાં મળવાની? એ તો એને નિર્મૂળ કરવાની અનુપમ તક આ માનવભવમાં છે. તેને કેમ ગુમાવી દેવાય?” આ વિચાર નથી. ઇચ્છાઓના ધાડેધાડા હૃદયમાં ઘુસે છે. ચિંતાને હુતાશન સળગે છે; કારમા પાપ કરવામાં આંચકે નથી આવતો, ભાઈ ભાઈના કે પિતાપુત્ર જેવાના પવિત્ર સંબંધે ગંદા બનાવાય છે; મહાન ઝઘડા ખડા થાય છે. હિંસા જૂઠ, અનીતિ, ગુસ્સે, પ્રપંચ વગેરે અનેક દુર્ગુણો આત્મારા જીવંત થાય છે ! આવા અનેક અનર્થોને લાવનાર લેસમાં ખુમારી અને મરાતા કરવી એ કેટલી બેવકુફી છે ! આવી જંજાળમાં જીવન પાણીના રેલાની જેમ ચાલ્યું એકાએક પૂર્ણ થઈ જાય છે ત્યારે એ એ લાભ અને લાભ ભવાંતરે જીવને કયાંય શરણ કે બચાવ નથી આપવાના એ નિશ્ચિત છે. માટે વિચારીએ કે–જવા લાભ લાભથી જરા પાછે વળ. એ થઈ જાય ત્યાં એની કવિતા ન ગા એને કર્તવ્ય ન માન. સમજ કે એ આત્મગુણના ચાર છે, ત્યાજ્ય છે. એને સેવવામાં પુરુષાર્થિપણું નહિ પણ કાયરતા