________________
૧૧૮
ઋદ્ધિ આપી દરિદ્રતાથી બચાવે, ઔષધ આપી મહા રોગથી બચાવે, સહારે આપી નિરાધારતાથી બચાવે, સેવા કરી અગવડથી બચાવે, રક્ષણ આપી ચોર-ડાકુથી બચાવે, પણ તેથી શું બહુ રીઝવાનું ? એથી કાંઈ જરા કે મરણનો ભય ટળે ? ફરી નવાં જન્મ મરણાદિ દુખ ટન્યાં? દુર્ગતિને તાળાં લાગ્યાં? ભવિષ્યના કારમા રેગ, દુ ખદારિદ્ર-દૌર્ભાગ્યાદિ દૂર થયાં? ના, એ કરવાની તાકાત તે મારા અચિંત્ય પ્રભાવી અરહંત દેવાધિદેવમાં જ છે. ક્યાં સમર્થ ત્રિલેકનાથ! અને કયાં આ સ્વંય અનાથ ! કમડના કાણમાથી પાર્શ્વપ્રભુએ બળતા સાપને બહાર કઢાવ્યો, નવકારમંત્ર અપાવ્યા, સાપે પણ પ્રભુનું શરણ લીધું, તે મરીને ધરણંદ્ર થશે ! દુર્ગતિ ટળી. અરિહંત વિના આ કેણ કરત? પાપી સાપ તે ધરણેન્દ્ર થાયી
“અનુત્તર-પુણ્ય-સંભારા' –એ પ્રભુ સર્વ પુણ્યોમાં શ્રેષ્ઠ પુષ્ય જે તીર્થંકરનામકર્મ, તે અને શ્રેષ્ઠ યશ-સૌભાગ્ય-આદેયતાદિના પુણ્યના પ્રાગભારવાળા છે. એના અદ્ભુત ગે,એ માતાના ગર્ભમાં આવે ત્યારથી, ઈદ્રોના અચળ સિંહાસને ધ્રુજી ઊઠે ! જમકાળે પ૬ દિકુમારીએ હલરાવે અને ૬૪ ઇદ્રો દેવે સાથે પ્રભુના જન્માભિષેક ઊજવે ! જન્મથીજ રાગ–મેલ-પરસેવા વિનાની કંચન જેવી કાયા, સુગંધી શ્વાસોશ્વાસ, અદશ્ય આહારદિવિધિ, ગાયના દૂધ જેવું રૂધિર, અને અબિભત્સ માંસ,આ અતિશયવાળા! કેવળજ્ઞાન પછી અપૂર્વ અષ્ટ પ્રાતિહાર્ય, સમવસરણ, ને ચાલતાં પગ નીચે સુવર્ણકમળની ઋદ્ધિવાળા ! તેમજ અનેક દેવેન્દ્રો–નરેદ્રોથી સેવાતા તથા કુલ ચોત્રીસ અને વાણના પાંત્રીશ અતિશયવાળા એ પ્રભુ બને છે! જગતનાં બીજાં પુણ્ય આ પુણ્ય આગળ શી વિસાતમાં? ભરત ચક્રવર્તીને પુત્ર મરીચિ ઋષભદેવ પ્રભુનું દેવતાઈચાંદી–સેના–રત્નમય