________________
૧૧૯ સમવસરણની અલૌકિક સમૃદ્ધિનું પુણ્ય ઈ આ વિચારમાં ચલ્યો, તો એને જગતના પુણ્ય પર વૈરાગ્ય થઈ ગયે, અને એણે ત્યાં જ પ્રભુ પાસે દીક્ષા લીધી ! ભવના અંતે એજ મહાવીર પ્રભુ થયા. એવા પ્રભુને હદયથી એકાંત શરણે જવામાં આપણે પણ પ્રભુ બની શકીએ છીએ, એ આ પુણ્યની વિશિષ્ટતા છે. તે બીજા પુણ્યનાં સ્વાગત સન્માન કે ગીતગાન યા ઈછા ય હવે શા સારુ મને ખપે? ઓહ કેવા ઉત્તમ પુણ્યને ધરાવતા દેવાધિદેવની પ્રાપ્તિ મને થઈ ! આ પુણ્ય જોઈ જગતમાં બીજે આકર્ષવા કે ઈચ્છવા જેવું છે જ શું? જીવનમાં મારે તે આ પુચવતા અરિહંત જ નાથ હો,” આ શ્રદ્ધા જોઈએ.
“ક્ષીણરાગદ્વેષ મહા-વળી રાગ, દ્વેષ અને મોહ, અર્થાત ઈષ્ટ પ્રત્યે આસક્તિ, અનિષ્ટ પ્રત્યે અરુચિ અને અજ્ઞાન–મૂઢતા. મિથ્યાજ્ઞાન જેમના અત્યંત ક્ષીણ થઈ ગયા છે, એવા તે પ્રભુનું શરણ છે. મારા પ્રભુ ભક્તો પરના લેશમાત્ર પણ રાગવાળાકે શત્રુ પરના દ્વિષવાળા નહિ. વીર પ્રભુએ મહાભક્ત ગોતમ પર રાગ ન કર્યો. તેજલેશ્યા મૂકનાર ગૌશાળા પર દ્વેષ ન કર્યો, તેમજ એમનું કઈ પણ કથન મૂઢતા-અજ્ઞાનતાભર્યું નહિ; કેમકે એ વીતરાગ સર્વજ્ઞ છે. એવા બીજા કોઈ દેવ નહિ, માનવ નહિ; એ તો એ જ એવા નાથને શરણે જવામાં સમ્યજ્ઞાન વૈરાગ્યાદિની જરૂર પ્રાપ્તિ થાય. એ માટે જ એમનું શરણ કરવાનું હોય એ પ્રભુ વળી કેવા ?
અચિંત્ય-ચિંતામણિ” સ્વરૂપ છે અચિંત્ય કેમ કહ્યું? એટલા માટે કે ચિંતામણિ તો આપણે ધાર્યા મુજબનું જ ફળ આપે અને તે પણ લૌકિક, અર્થાત્ આ લેક પૂરતું જ ફળ; જ્યારે “પરમાત્મા તે ધારણાથી પણ પર (ઉત્કૃષ્ટ) એવા અકથ્ય અનંતસુખમય મોક્ષ પર્વતના ફળને આપનારા છે.” આવા અચિંત્ય
માટે એક સભ્યજ્ઞાન , નહિ એ તો એ