________________
૭
-
-
૨. બનવા માટે ચગ્ય છે, અને દૂર જંગલમાં પડેલી માટી ચોગ્ય
છતાં એને સામગ્રી ન મળવાથી એને ઘડો બનવાને નથી; એવી રીતે જગતમાં કેટલાક જીવો મોક્ષ પામવાને સર્વકાળ માટે તદ્દન અયોગ્ય છે તે અભવ્ય છે, બીજ અનાદિ-નિગોદમાંથી બહાર નીકળી મોક્ષ પામવાની દિશામાં છે એ ચગ્ય છે, તે ભવ્ય કહેવાય; જ્યારે ગ્યતા છતાં જે જીવો અનાદિનીગોદમાંથી નીકળવાના જ નથી, તે જાતિભવ્ય કહેવાય છે. આનો અર્થ તો એ કે ભવ્યને પિતાના કોઈ પુરુષાર્થ વિના જ અનાદિસિદ્ધ ભવ્યત્વ–સ્વભાવ યાને મોક્ષે જવાના પાસપોર્ટની મફત બક્ષીસ મળેલ છે ! માત્ર એને પકવવાની જ અર્થાત મોક્ષમાર્ગની સ્ટીમરમાં બેસવાની જરૂર છે. જે મફતમાં મળેલ આ પાસપોર્ટનું મૂલ્ય ન સમજાય, ને એને પકવવા પ્રયત્ન ન કરાય, તો એ કેટલી બધી કરુણ દશા કહેવાય ?
સહજમલ હાસનાં ૩ લક્ષણ
ચરમાવર્ત મા આવવા છતાં નિયમ નથી કે તરતજ ઘદિષ્ટિમાંથી બહાર નીકળે હા, એ નિયમ ખરે કે ઓઘદષ્ટિમાથી બહાર નીકળી યોગદષ્ટિમાં આવવાનું બને તો તે ચરમાવત યાને છેલ્લા પુદ્ગલપરાવર્તકાળમાં જ બને. કોઈને તરત જ બને, કોઈને કાળ પસાર થયા પછી પણ બને પરંતુ સહજ-મળના નોંધપાત્ર હાસથી આ વસ્તુ બને છે અનાદિના તીવ્ર રાગદ્વેષને આત્મા પર જામ થયેલે મળ એ સહજ મળ છે ચરમાવર્તમાં એને નોંધપાત્ર હાસ પ્રાપ્ત થાય છે. ત્યાં દુખી જીવે પર દયા, ગુણવાન પર દ્વેષને અભાવ, અને ઔચિત્ય,-એ ત્રણ લક્ષણ પ્રગટ થાય છે. આમાં ગર્ભિત રીતે આત્મા તરફ દૃષ્ટિ ઊભી થઈ હોય છે,