________________
[૨] આ રીતે તપગચ્છમાં સત્તરમી સદીની આખરે ખટપટ વધી પડી અને એક ચક ગચ્છનિર્વાહ થતો હતો તેમાં ભેદ થતા ચાલ્યા. વિજયદેવસૂરિના વખતમાં તેમની અને વિજયા દસૂરીશ્વરની વચ્ચે સ ૧૬૭૫ લગભગ ભેદ થયો, પાછો તેમની વચ્ચે ૧૬૮૧મા મેળ પણ થયો, પરંતુ જ્યારથી વિજયદેવસૂરિએ સાગરવાળાનો પક્ષ ઉઘાડી રીતે લીધે ત્યારથી આનંદસૂરિ સાથે વિરોધ વધી પડ્યો અને આ રીતે તપગચ્છમાં મતભેદ, વિરોધ, ચર્ચાઓ અને અગત આક્ષેપોને યુગ શરૂ થયો. આવી તકરારની વાત જહાંગીર પાદશાહ સુધી પણ પહોચી અને તેમણે સ ૧૯૭૩માં વિજયદેવસૂરિ જ ખરા પટ્ટધર છે એમ મત બતાવ્યા ત્યારે વિરોધવાળા ભભૂકી ઊઠી શિરેહીના જૈન દીવાને ગચ્છભેદ અટકાવવા પ્રયત્ન કર્યા, પણ અતે મતભેદ ચાલુ જ રહ્યો અને એમાં શ્રાવકેએ પક્ષ લઈ શાસનના હિતને બદલે અગત માનાપમાન પર વધારે ધ્યાન આપી શાસનની છિન્નભિન્ન સ્થિતિની શરૂઆત કરી.
અકબર બાદશાહના સમયમાં અને ત્યારબાદ જહાગીર અને શાહજહાનના સમયમાં જૈન ધર્મની પ્રગતિ સારી થઈ, સારા લેખકે પ્રાપ્ત થયા વિજયહીરસુરિ અને વિજયસેનસૂરિ બને ખુબ અભ્યાસી હોઈ એમણે સાહિત્યસેવા સારી કરી અને એમના સમયમાં ધર્મની જાહોજલાલી દર્શનવિકાસને અગે પણ ખૂબ થઈ. તેમના પછી વિજયદેવસૂરિ આવ્યા, તે વિદ્વાન ખરા, પણ વિજયસેનસૂરિ જેવા મક્કમ જણાતા નથી. એમના સમયમાં શાસનની અદર ક્ષીણતા આવવાની શરૂઆત થઈ, પણ ધર્મનું બાહ્ય સ્વરૂપ તે ધામધુમથી ભરપૂર જ ચાલ્યું
આપણે હવે અઢારમી શતાબ્દી પર આવી જઈએ વિજયદેવસૂરિના વખતમાં કિયાઉદ્દાર–
અઢારમી સદીની શરૂઆતમાં ઉપર જણાવ્યું તેમ તપગચ્છના ત્રણ વિભાગો પડી ગયા હતા વિજયદેવસૂરિ તપગચ્છની ૬૦મી પાટે શ્રી વિજયસેનસૂરિના પટ્ટધર થયા. તેમનો જન્મ સ ૧૬૪૩, પન્યાસપદ ૧૬૫૫, સૂરિપદ ૧૬૫૬ પિતાની હયાતીમાં તેમણે વિજયસિહસૂરિને પટ્ટધર તરીકે નીમ્યા હતા આ વિજયસિહસૂરિને જન્મ સ. ૧૬૪૪– મા (મેડતા) દીક્ષા સ. ૧૬૫૪માં, વાચકપદ સ ૧૬૭૩માં અને સૂરિપદ સ ૧૬૮૨માં થયુ તેમનું સ્વર્ગગમન સ ૧૭૦૯મા અષાડ શુદિ રને રોજ અમદાવાદમાં થયુ.
વિજયદેવસૂરિનું સ્વર્ગગમન સ. ૧૭૧૩ના અષાડ શુદિ ૧૧ને રોજ ઉનામાં થયું, એટલે તેમની હયાતીમાં જ તેમના પટ્ટધર વિજયસિહસૂરિનું સ્વર્ગગમન થયું છતાં વિજયસિહસૂરિ તપગચ્છની ૬૧મી પાટે ગણાય છે, કારણ કે એમણે ગુરુની હયાતીમાં ગચ્છાધિપતિ તરીકે કામ કર્યું હતુ
મુનિ સત્યવિજયજી વિજયસિહસૂરિના શિષ્ય થયા તેઓ મહાત્યાગી-વેરાગી અથવા -. ક્રિયાશીલ હેઈ એમને પ્રચલિત સાધુમાગમા શિથિલતા લાગી એમણે પિતાના ગુરુ પાસે