________________
[૧] પાટે આવ્યા. તેમનું ? સ્વર્ગગમન સ. ૧૬૭૧મા થયુ તેઓ ભારે વિદ્વાન હતા તેથી તેમના સમય સુધી તપગચ્છમાં શાંતિ ચાલી વિજયસેનસૂરિ સ ધત્ ૧૯૭૧માં કાળધર્મ પામ્યા. ત્યારપછી તપગચ્છમાં મતભેદ વધે. વિજયસેનસૂરિની પાટે વિજયદેવસૂરિ આવ્યા. આ વિજયદેવસૂરિએ સાગરવાળાનો પક્ષ લીધે. આથી તપગચ્છમાં ભારે ખટપટ ઊભી થઈ ભાનુચંદ્ર અને સિદ્ધિચઢે સામવિજય સાથે મળી રામવિજયને આચાર્ય પદ આપ્યું અને એમનું નામ “વિજયતિલકસૂરિ પાડવામાં આવ્યું. આ વાતની ચર્ચા તો વિજયસેનસૂરિના સમયમાં શરૂ થઈ ગઈ હતી, પણ તેના પર તેમના સ્વર્ગગમન પછી સં. ૧૯૭૩માં અમલ થવા લાગ્યો સ. ૧૯૭૬મા વિજયતિલસૂરિ કાળધર્મ પામ્યા. એમની પાટે વિજયઆન દસૂરિની સ્થાપના કરવામાં આવી. તે વખતે વિજયદેવસૂરિ અને વિજયઆન દસૂરિ વચ્ચે મેળ થયો તો ખરો, પણ અતે તપગચ્છના બે વિભાગ પડી ગયા વિજયદેવસૂરિના પક્ષે રહેનાર દેવસૂરિ અથવા દેવસૂર' કહેવાયા અને વિજય આનંદસૂરિના પક્ષે , રહેનારા “આન દસૂરિ અથવા અણુસૂર” કહેવાણા એક બાપના બે દીકરા હોવા છતા અને ક્રિયા કે વ્રત. નિયમ, સમાચારી કે આજ્ઞામાં જરા પણ મતફેર ન હોવા છતા આ રીતે તપગચ્છમાં વિભાગ થયા અને પરિણામે એક છત્રે ચાલતાં તપગચ્છમાં ચર્ચા, તકરાર અને ભેદની શરૂઆત થઈ
તપગચ્છના ત્રણ વિભાગ
આ ઉપરાત તપગચ્છમાં એક બીજો અગત્યનો બનાવવિજયદેવસૂરિના સમયમાં થે. આ મહાતપસ્વી આચાર્યને જહાંગીર પાદશાહે “મહાતપા'નું બિરુદ આપ્યું હતુ. એના સમયમાં અમદાવાદમાં સુપ્રસિદ્ધ શાતિદાસ શેઠ થયા. તેમના ઉપર તપગચ્છના રાજસાગરને ઉપકાર હતો અમુક પ્રકારના જાપ કરીને શેઠને અનર્ગલ લક્ષમી પ્રાપ્ત કરાવી દેવામા એ કારણભૂત થયા , હતા શેઠ શાતિદાસની ઈચ્છા પોતાના ગુરુ રાજસાગરને ઉપાધ્યાયપદવી અપાવવાની હતી એમણે વિજયસેનસૂરિને વિજ્ઞપ્તિ કરી, પણ સૂરિમહારાજે જવાબમાં જણાવ્યું કે “એમ પદવી આપીએ તે સ્થળે સ્થળ ઉપાધ્યાય થઈ જાય, તેથી તેનું માહાત્મ્ય ન રહે, માટે તમારી વિન તિ સ્વીકારી શકાય તેમ નથી.” શ્રાવક જ્યારે અમુક સાધુનો પક્ષ કરે ત્યારે શાસનની જે દશા થાય છે તે ત્યારપછી બની શેઠે રાજસાગરને આચાર્ય બનાવવાનું નક્કી કર્યું. ખભાતના નગરશેઠ પોતાને ઘેર આવ્યા હતા તે તકનો લાભ લઈ તેને રોકી રાખ્યા. ખંભાતમાં વિજયદેવસૂરિ બિરાજમાન હતા યુક્તિ-પ્રયુક્તિ કરી ભાતના નગરશેઠને ધમકાવી દબાવી વિજયદેવસૂરિ પાસેથી વાસક્ષેપ અને સૂરિમત્ર મંગાવ્યો અને સ ૧૬૮૬ના જેઠ માસમા રાજસાગરને આચાર્યપદવી શેઠ શાતિદાએ અમદાવાદમાં અપાવરાવી આ રીતે તપગચ્છમાં ત્રિી વિભાગ પડ્યો અને સાગરની પર પર તે વખતથી શરૂ થઈ,