________________
f૦૭] ઔર ગજેબના સમયમા મરાઠા સરદાર શિવાજી જાગ્યા એણે નવીન પદ્ધતિએ લડાઈ કરવાની શરૂઆત કરી એનો પ્રદેશ ડુ ગરાળ હોઈને એ અનુકૂળ વખતે બહાર પડે અને પાછો ડુંગરમાં છુપાઈ જાય. એણે ઔર ગજેબને ખૂબ ત્રાસ આપ્યો મુગલાઈને ઢીલી પાડવામાં અને હિંદુત્વનું રક્ષણ કરવામા એણે મજબૂત ફાળો આપ્યો. એણે સિ હાદ્રિ અને ઘાટમાં ખૂબ જમાવટ કરી અને પરિણામે દક્ષિણ દેશ પર વિજય મેળવવાને બદલે ઔર ગજેબને વર્ષો સુધી દક્ષિણમા જ સમય પસાર કરવો પડ્યો શિવાજીને રાજ્યકાળ ઈસ ૧૬૬૪ થી ૧૬૯૦ છે એટલે સં ૧૭૨૦ થી ૧૭૩૬ થાય, જે આપણા ગ્રથનાયકનો ઉત્તર સમય લગભગ પૂરેપૂરે બને છે. આ આખો સમય અવ્યવસ્થાથી ભરપૂર હતો. રાજ્યમાં શાતિ ન હોય, સૂબા અને સેનાપતિઓ પોતાની સત્તા જમાવવાની ગડમથલમાં પડી ગયા હોય અને ચારે તરફ લડાઈના પડઘા પડી રહ્યા હોય ત્યારે આત્મતત્વનું ચિતવન થાય કે “શાતસુધારસ જેવા ગ્રંથો લખાય કે તેના પર પરિશીલન થાય એ ભારે આશ્ચર્ય ઉપજાવે તેવી બાબત લાગે છે. અધ્યાત્મ કે ચોગ શાતિનો વિષય છે, એ તો શાત વાતાવરણમાં જ સાધારણ રીતે જામે જ્યારે દોડાદોડ અને નાસભાગ હોય ત્યારે શાતિના વિચાર સૂઝે નહિ આવા વાતાવરણમાં ગ્રો લખાયા છે અને આત્મસન્મુખ ભાવનાઓ થઈ શકી છે તે ગ્રંથકર્તાની અધ્યાત્મરસિકતા બતાવે છે, એનો આમતત્ત્વ–શોધન માટે ખરો આતરનાદ સૂચવે છે અને વાતાવરણને તાબે ન થઈ જવાની ઉલ્લાસવૃત્તિ બતાવે છે ખુદ સુરત શહેર ઉપર શિવાજી મહારાજે ઈ સ. ૧૬૬૪ (સં. ૧૭૨૦)મા લૂંટ ચલાવી, આખા શહેરમાં નાસભાગ થઈ રહી અને લોકેાના જાનમાલની સલામતી મોટા ભયમા આવી પડી, છતા આપણે ઉપર જોયુ છે કે રાદેર, સુરત અને તેની આસપાસ ગુજરાતમાં રહીને જ સર્વ કૃતિઓ થર્તાએ કરી છે અને કેટલીક કૃતિઓ તો અસાધારણ એકાગ્રવૃત્તિ અને વિશિષ્ટ અભ્યાસને પરિણામે રચાયેલી છે એ સર્વ બતાવે છે કે લેખકના મનમાં આત્મારામ-રમણતા હતી, વાતાવરણને તાબે ન થઈ જતા તેની ઉપરવટ થવાની તાકાત હતી અને શાતિના માર્ગની સાધ્યસ્પષ્ટતા નજરસન્મુખ રાખવાની વિશિષ્ટ આવડત તેમનામાં હતી સાંસારિક
જનતા સામાન્ય રીતે અધિકારમાં હતી લશ્કરી વગે લડાઈની વાતમાં પડેલા હતા, બાકીના વર્ગો અવ્યવસ્થાના સપાટામાં હતા, આખો વખત ચારે બાજુ લડાઈના ભણકારા વાગ્યા જ કરતા હતા, લોકેમાં વાતો જિંદગીની અસ્થિરતા, ભય અને અગવડની જ ચાલ્યા કરતી હતી, અમુક વિશિષ્ટ વર્ગને બાદ કરીએ તો અભ્યાસ બહુ સામાન્ય હતો, લેકોને મોટે ભાગે અજ્ઞાનમાં સબડતો હતો અને ચારે તરફ અ ધકાર અને અવ્યવસ્થાનું સામ્રાજ્ય પ્રવર્તતુ હતુ જનતાને મુસલમાન વર્ગ તરફથી મોટે ભય હતો અને દિલ્લી એટલું દૂર હતુ કે ત્યાં સુધી રાવ પહોચાડવાની જોગવાઈ લગભગ નહિવત્ હતી માત્ર દેશનુ ધન દેશમાં જ રહેતુ, એટલે વરસાદપણું સારા થાય તે લેકેને ભૂખમરાને તાબે થવું પડતું નહિ,