________________
[૫] પ્રેમના ભાજન શ્રી યશોવિયે આ કૃતિનો બાકીનો ભાગ ધર્મપ્રેમીઓના હિત ખાતર અને આપેલ વચનના સંકેત પ્રમાણે પૂરો કર્યો હશે. A આટલી સામાન્ય ટીકા કરી આ ગ્રંથમાં (સમા) કવિ તરીકે શ્રી વિનયવિજયની વિશિષ્ટતા જરા વિચારી જઈએ -- *
શ્રીપાળરાજાનો રાસ લખવા બેઠા એટલે એમણે ખરી રીતે શ્રીપાળના ચરિત્રથી શરૂઆત કરવી જોઈએ, પણ તેમ ન કરતા એમણે મયણાસુંદરીને બાળપણ, અભ્યાસ અને રાજસભામાં પરીક્ષાથી શરૂઆત કરી છે એ એમનું ગ્રથની ગોઠવણ કરવામાં પાહિત્ય બતાવે છે. એમણે ધવળશેઠના પાત્રને ખૂબ સુંદર રીતે ચીતર્યું છે અને એને ખરા આકારમાં બતાવી કવિત્વ બતાવ્યું છે. સમુદ્રના કલ્લોલમાં, અદ્દભુત રસ, રતનદ્વીપના સહસંસાનુ પર્વતના મદિરના વર્ણનમાં અદ્દભુત રસ, ધવળશેઠના મરણમાં રૌદ્ર રસ, ચાર પત્નીઓના વર્ણનમાં શંગાર રસ, લડાઈમા વીરરસ અને પતિયાના સાતશે માણસોના વર્ણનમાં હાસ્ય અને કરુણ રસ પિળે છે રતનઢીપમાં આખા લગ્ન સમારંભ ખૂબ સરસ રીતે વર્ણવ્યો છે (ખડ ૨, ઢાળ ૮ મી).
શ્રી વિનયવિજય ઉપાધ્યાયનો ભાષાપ્રયોગ બહુ હૃદયંગમ, વ્યવહારુ અને અર્થગર્ભિત છતા સાદા, સરળ અને પ્રેરક છે. ઉપાધ્યાય શ્રીમદ્યશવિજયને ભાષાપ્રયોગ વિદ્વતા ભરેલે, મજબૂત છતા સમજવામાં જરા પ્રયાસ કરે પડે તે છે. , કવિને ઉદ્દેશ શ્રી સિદ્ધચક્રને ચોગ જનતાને સમજાવવાનો હતો તે શ્રી વિનયવિજયે વ્યવહારની નજરે બતાવ્યું છે દુનિયા રોગ સમજી ન શકે, તેને તે ખૂબ સપત્તિ સાપડે, પિસા અને સ્ત્રી મળે, રાજ્યઋદ્ધિ મળે અને લીલા લહેર થાય એમાં જ પડે છે. એ કાર્ય શ્રી વિનયવિજયે સફળ રીતે કર્યું છે જ્યારે શ્રી યશોવિજયે સિદ્ધચકના વેગનુ તત્ત્વજ્ઞાન ખૂબ વિગતથી સમજાવ્યું છે એમણે ચોથા ખંડની અગિયારમી અને બારમી ઢાળમાં આ ચાગનું તત્ત્વજ્ઞાન સમજાવ્યું છે તે વિચારતા ખૂબ મજા આપે તેવું છે. સામાન્ય વાચકને માટે શ્રી વિનયવિજયરચિત વિભાગ ખૂબ હદય ગમ થાય તેવો છે જનતાની સામાન્ય કક્ષાથી ઉપર આવેલા વિદ્યાનવર્ગને તો બને કવિની રચના ખૂબ મજા આપે તેવી છે. '
આ રથની રચના શ્રી વિનયવિજયે સ ૧૭૩૮ના ચોમાસામાં રાદેર શહેરમાં શરૂ કરી અને તે જ ચાતુર્માસમાં તેઓને દેહવિલય થયો. બાકીનો વિભાગ ઉપર જણાવ્યું તેમ શ્રીમદ્યશવિજય ઉપાધ્યાયે પૂરો કર્યો, પણ તે તરત જ પૂરો કર્યો કે વચ્ચે કાઈ સમય જવા દીધો તેનો નિર્ણય થઈ શકે તેમ નથી, કારણ કે યશોવિજ્ય ઉપાધ્યાયે તેને માટે કાઈ સૂચન સંદર રાસની પ્રશસ્તિમાં કર્યું નથી
ઉપાધ્યાયનું અવસાન સ. ૧૭૮૩ના ચોમાસામાં ડભાઈ શહેરમાં થયું એટલે વચ્ચે ગાળે માત્ર પાચ જ વર્ષને રહ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયની વૃદ્ધ ઉમર જોતા, આપેલ વચન અથવા કરેલ સંકેતને પાર પાડવાની તેમની પોતાની ફરજના સ્પષ્ટ ખ્યાલને તેમણે કરેલો ઉલ્લેખ વિચારતા તેમણે તુરત જ આ કાર્ય પાર પાડયુ હશે એમ ધારી શકાય અને તે રીતે જોતા આ રાસની બાકીની કૃતિ સ ૧૭૩૯ લગભગમા થઈ હશે એમ અનુમાન સલામતીથી કરી શકાય છે.