________________
[૭૩]
લખ્યો નથી. વિજયપ્રભસૂરિનું નામ છે એટલે સ. ૧૭૧૨ પછીની કૃતિ છે. છેલી કળશની ગાથામાં લખે છે –
તપગચ્છનાયક સુમતિદાયક, શ્રીવિજયપ્રભ સૂરીશ એ, પુન્ય પ્રતાપે અધિક દિન દિન, જગત જાસ જનીશ એ, શ્રીકી રતિવિજય ઉવઝાય સેવક, વિનય ઇણીપ વિનવે,
દેવાધિદેવા ધર્મ હવા, દેજે મુજને ભવભવે. ઉપધાનનો હેતુ શે તે શરૂઆતમાં બતાવી માળા પહેરાવવાની બાબત પર ખૂબ વિવેચન કર્યું છે. કૃતિ સામાન્ય છે. ઉપધાન વહેનારમા સુપ્રસિદ્ધ છે અને “ભાઈ હવે માળ પહેરાવો– ની ઢાળ ઘણાખરાએ જરૂર સાંભળી હશે (માળારોપણના વરઘોડા અને મહોત્સવમાં) (૬) શ્રી શ્રીપાળરાજાનો રાસ
- શ્રી વિનયવિજય ઉપાધ્યાયની ગુજરાતી કૃતિમાં આ રાસ અગત્યનું સ્થાન ધરાવે છે આ સિદ્ધચકનો મહિમા બતાવનાર રાસ જનોમાં અનેરૂ સ્થાન ધરાવે છે. દરેક ચિત્ર માસની અને આ માસની આબિલની ઓળીમા શુદિ પૂર્ણિમા પહેલાના આઠ દિવસ સાથે મળી કુલ નવ દિવસ સુધી આ રાસ સારી રીતે ગવાય, સભળાય છે અને એ રાસની આખી કૃતિ ખૂબ લોકપ્રિય બનેલી છે. લેખકમહાત્માની આ અધૂરી રહેલી છેલ્લી ગુજરાતી કળાકૃતિ છે.
એ રાસમા નૂતનતા એ છે કે એ રાસ બે કર્તાએ તેયાર કર્યો છે. ઉપાધ્યાય શ્રી વિનયવિજયજીએ સ. ૧૭૩૮ના ચાતુર્માસમાં રાદેર ગામમા એ રાસને રચવાની તૈયારી કરી. તેમણે પહેલો ખડ ૧૧ ઢાળનો બનાવ્યો અને તેમાં કુલ ૨૮૨ ગાથાની રચના કરી, બીજ ખડ ૮ ઢાળનો બનાવ્યો અને તેમાં કુલ ૨૭૬ ગાથાની રચના કરી ત્રીજા ખંડની પાંચમી ઢાળની રચના ચાલતી હતી તેની ૨૦મી ગાથા બનાવતાં તેના કર્તા શ્રી વિનયવિજય ઉપાધ્યાયને દેહનું અવસાન થયું એ જ ઢાળની બાકીની ૧૧ ગાથા શ્રી વિજય ઉપાધ્યાયે પૂરી કરી એ ઢાળની પછવાડે. છેલ્લી ગાથામાં “વિનય” અને “સુજશ” એ બને નામને ઉલ્લેખ થયે છે.
એ ત્રીજા ખડની પાચમી ઢાળની ૨૦ ગાથા સુધીનો સરવાળો કરતા એ ખડની ગાથા ૧૯૦ થાય છે. અને શરૂઆતથી ત્યા સુધીની કૃતિ ગણુતા કુલ ગાથા ૭૪૮ થાય છે એની પ્રશસ્તિમાં છેવટે યશવિજય ઉપાધ્યાય જણાવે છે કે “સાર્ધ સપ્તશત ગાથા વિરચી. પહોતા તે સુલેકે છે એટલે મને ૭૫૦ ગાથા રચી આ વાતને લગભગ મેળ મળી રહે છે
શ્રીમદ્યશોવિજય ઉપાધ્યાયે ત્રીજા ખડની બાકીની ૧૧૮ ગાથા રચી એટલે ત્રીજા ખંડની કુલ ૩૦૮ ગાથા થઈ.
અને ચોથા ખંડની કુલ ૩૮૪ ગાથા (ઢાળ ૧૩) શ્રી યશોવિજય ઉપાધ્યાયે રચી ૧૦ 1