________________
[૯]
શ્રી કીતિ વિજય ઉવઝાયન એ, વિનય વદે કર જોડ,
શ્રી જિનના ગુણ ગાવતા એ, લહીએ મ ગળ કેડ. ૧૧ : - કૃતિ મધ્યમ પ્રકારની અને ઉપર જણાવેલ ચોવીશીની કૃતિને મળતી છે. અર્થ સુગમ છે
પ્રણયપ્રકાશ અથવા આરાધનાનું સ્તવન(જૈનપ્રબોધ, પૃ ૮૯-૧૦૦)
સ વત્ ૧૭૨૯મા ઉપાધ્યાયશ્રી રાદેરમા ચાતુર્માસ રહ્યા ત્યા તેઓએ આસો શુદિ દશમે સોમસૂરિએ બનાવેલા “આરાધના સૂત્ર” નામના પયનાને આધારે આકૃતિ બનાવી છે. એ પયનો કઈ સાલમાં અને તેનો પત્તો મળતો નથી એની ગાથા ૭૦ છે તે અવસૂરિ સાથે છપાય છે. સદર આરાધના-સ્તવનની આઠ ઢાળો છે, પ્રવેશક અને પ્રશસ્તિ સાથે સદર આઠે ઢાળની મળીને એ સ્તવનની કુલ ગાથા ૮૭ થાય છે એની પ્રશસ્તિ(કળશ)માં કવિ પિતે લખે છે –
શ્રી વિજયદેવસુરીંદ પટધર, તીર્થ જ ગમ ઈણિ જગે, તપગચ્છપતિ શ્રી વિજયપ્રભસૂરિ, સૂરિ તેજે ઝગમગે ૨ શ્રી હીરવિજયસૂરિ શિષ્ય વાચક, કીર્તિવિજય સુરગુરુસ, તસ શિષ્ય વાચક વિનયવિજયે, થો જિન ચોવીશમો. ૩ સય સત્તર સ વત ઉગણત્રીશે, રહી રાંદેર ચૌમાસ એ,
વિજયાદશમી વિજય કારણ, કિ ગુણ અભ્યાસ એ. ૪ આ કૃતિમા દશ પ્રકારે અંત્ય આરાધના બતાવી છે
૧ અતિચારની આલેચના (ઢાળ ૧-૨-૩) ૨. દેશ કે સર્વશી વ્રતગ્રહણ (ઢાળ ૪થી) ૩ સર્વ જીવો સાથે ખમતખામણ (સદર) ૪ અઢાર પાપસ્થાન વોસિરાવવા (સદર) ૫ ચાર શરણનો અગીકાર (ઢાળ પમી) ૬ કરેલ પાપોની નિંદા (સદર) ૭. કરેલ શુભ કરણની અનુમોદના (ઢાળ ૬ઠ્ઠી) ૮. શુભ ભાવનાનુ અનુભાવન (સદર) ૯ અણસણ-પચ્ચખાણ–ચારે આહારને ત્યાગ (ઢાળ ૭મી) ૧૦. નમસ્કારમ ત્રસ્મરણ (સદર).
આ ગુજરાતી કૃતિ બહુ સુંદર છે, હૃદયંગમ છે અને બરાબર વાચતા આ માથી અશ્રુધારા વહેવરાવે તેવી છેમાદાના ખાટલા પાસે હૃદયની ભાવનાથી એને ગાતા સાભળી હોય તે ખૂબ અસરકારક છાપ મન પર પડે તેવી તેની શબ્દરચના છે શુદ્ધ ખપી જીવ