________________
[૬૮]
શાંતસુધારસ ગ્રથ બનાવ્યું તે જ વર્ષમાં આ કૃતિ થઈ ગણાય પાચ કારણનો મુદ્દા સમજવા માટે સ્તવન ઉપયોગી અને સમજાય તેવી ભાષામાં લખાયેલું છે એમાં ખાસ કાવ્યચમત્કૃતિ નથી. વીશી સ્તવન (ચવીશી-વશી-સંગ્રહ, અમદાવાદ, પૃ ૬૯-૮૩)
વીશ તીર્થ કરના સ્તવને દરેક સ્તવન ત્રણ, ચાર અથવા પાચ ગાથાનુ છે કુલ ગાથા ૧૩૦ છે. તેમાં નેમિનાથના ત્રણ રતવનો ૭, ૭ અને ૬ ગાથાના છે મહાવીરસવામીનું સ્તવન સુપ્રસિદ્ધ છે “સિદ્ધારથના રે નદન વિનવું.” એની છેલ્લી ગાથામાં લખે છે કે –
વાચક શેખર કીતિવિજય ગુરુ, પામી તાસ પસાય,
ધર્મતણે રસે જિન ચોવીશના, વિનયવિજય ગુણ ગાય ૫ કુલ સ્તવને ૨૬ છે, કૃતિ મધ્ય પ્રકારની છે. કોઈ કોઈ સ્તવનમાં ભાવ બહુ ઊંચા પ્રકાર છે નમૂના તરીકે મુનિસુવ્રતસ્વામીનું સ્તવન જોઈએ (પૃ. ૭૯) :
મન મધુકર સુણ વાતડી, તજી અવર સવાદ, જિન ગુણ કુસુમ સવાદથી, ટળે સવિ વિખવાદ. મન૧ વિષય ધ તરે મૂકીએ, એ માહિ નથી ગ છે,
નારી વિજયા પરિહરે, મમ થાઈશ તુ અ ધ મન. ૨ સેળ કપાય એ કેરડા, તેથી રહેજે દૂર, તે કંટક છે બાપડા, તુહે કરશે ચૂર. મન૩ વિસ પથ તપ કેરડો, આદરીએ ગુણ જાણ, જે પરિણામે રૂઅડે, તેહની મ કરીશ કાણ મન૪ મુનિસુવ્રત પદ પ કજે, જે તુ પૂરે વાસ,
વિનય ભણે તે તાહરી, પહોચે સઘળી આસ મન. ૫ આ કૃતિનો સવત બતાવ્યું નથી અઢારમી શતાબ્દિની એ કૃતિ છે. જે રીતે કૃતિઓને વિકાસ થયો છે તે જોતા સ. ૧૭૨૫ લગભગ એ કૃતિ બનાવી હોય એમ અનુમાન થાય છે વીશી-સ્તવન (ાવીશી-વશી-સંગ્રહ, સગ્રાહક સવાઈભાઈ રાયચદ, પૃ ૬રપ-૬૩૯)વિહરમાન તીર્થ કરના વીશ સ્તવન. દરેક સ્તવનની પાચ પાચ ગાથા છે, માત્ર ચાર સ્તવનની છ છ ગાથા છે. કળશ સાથે આખી વીશીની કુલ ગાથાઓ ૧૧૫ છે કૃતિના સવને નિર્દેશ નથી આ કૃતિને છેડે કળશ પ્રગતિરૂપે લખ્યો છેસ્તવનેમા વિહરમાન તીર્થ કરની સામાન્ય બાબતે (શરીર આયુષ્ય વગેરે) બતાવેલ છે કળશમા જણાવે છે કે એ તીર્થ કરાના નામક્રમ વગેરે શીલદેવ પીડિતના રચેલા “એકવીશઠાણુ” નામના ગ્રંથને આધારે આપ્યા છે. એમાં ને બીજા 2 માં કેટલાક ફેરફાર છે તેની સાચી વાત તીર્થ કર કહી શકે એમ જણાવી છેવટે લખે છે –
* ભાંગ (લીલાગર)