________________
[૬૩]
અહંન્નમસ્કાર સ્તોત્ર
અપ્રસિદ્ધસંસ્કૃત. જે. સા. ઈ, પૃ ૨૪૯) (ઉદેપુર ભંડારમાં પ્રત છે.)) જિનસહસ્ત્રનામ સ્તોત્ર
છપાયેલ છે લભ્ય છે (ઉદેપુર ભડારમાં લખેલી પ્રત છે.)
આ સ્તોત્ર સ વત્ ૧૯૮૧માં શ્રી વિજયદાનસૂરિએ વીર સમાજ–અમદાવાદ મારફત છપાવેલ છે. કિ મત એક આને રાખેલ છે. ૧૪૯ ઉપજાતિવૃત્તના સ કૃત શ્લોક છે. એ સ્તોત્ર સ. ૧૭૩૧માં લેખકશ્રીએ ગધારમા ચાતુર્માસ રહેલા ત્યારે બનાવેલ છે. બૂકના પૃષ્ઠ ૩૮ છે.
એના નામનો અર્થ એ કરવાનો છે કે જે સ્તોત્રમાં એક હજાર વાર જિનેશ્વરને નમસ્કાર કરેલ છે એવુ સ્તોત્ર'. આ તેત્રના દરેક કાવ્યમાં ૭ વાર નમત્તે આવે છે. એવા ૧૪૩ કાવ્ય હોવાથી તેને સાતે ગુણતા ૧૦૦૧ નમસ્કાર થાય છે. ૧૪૪ થી ૧૪૭ સુધીના ચાર લોકે પૈકી એક માગધી ગાથા gોરિ નમુનો (સિદ્ધાણ બુઢાણની) છે. એ ચારેનો ભાવાર્થ એ છે કે જે એક નમસ્કાર પણ સ સારસમુદ્રથી પ્રાણીને તારે છે તો પછી એક હજાર નમસ્કારથી કેટલું લાભ થાય ? એથી તે અનેક જન્માતોમાં કરેલા પાપ નાશ પામે. ઇત્યાદિ.
છેલ્લા બે કાવ્ય પ્રશસ્તિને લગતાં કાવ્ય દરરોજ પાઠ કરવા લાયક છે. કૃતિ વિદ્વત્તાભરેલી છે.
. ગુજરાતી નાની-મોટી કૃતિઓ વિનયવિજય ઉપાધ્યાયે સંસ્કૃત ભાષામાં ઉપર જણાવેલા છે લખેલા મને લબ્ધ થયા છે. તે ઉપરાંત તેઓશ્રીને ગુજરાતી ભાષા પર પણ સારો કાબૂ હતો તેમને લખેલ શ્રીપાળરાજાને રાસ અધૂરો રહી ગયો અને તે શ્રી યશવિજય ઉપાધ્યાયે પૂરો કર્યો, તે પર ઉપર વિવેચન થઈ ગયુ ગુજરાતી ભાષાના કાવ્ય પર તેઓનું કેટલું પ્રભુત્વ હતું તે તેના પરથી વિદિત થાય છે. તે ઉપરાંત તેઓની મેટી-નાની ગુજરાતી કૃતિ અહી –તહીં થી પ્રાપ્ત થાય છે તેને માત્ર નામનિદેશ અને તે પર સહજ ટીકા અને સાથે તેની પ્રશસ્તિ અથવા ઇતિહાસ પર પ્રકાશ પાડનાર ઉલ્લેખની ઊડતી નોધ લઈએ. એ કૃતિ ક્યા પ્રસિદ્ધ-મુદ્રિત થયેલ છે તે પણ બનતા સુધી સેંધી લેવામાં આવશે. સૂર્ય પૂરત્યપરિપાટી (પ્રાચીનતીર્થમાળાસંગ્રહ, ભાગ ૧. સ ગ્રાહક વિજયધર્મસૂરિ, પૃ. ૧૮૯–૧૯૪)–
સં ૧૬૮લ્માં સુરતના મદિરની પરિપાટી કરી તેનું વર્ણન કર્યું છે. આ કૃતિમાં દેરાસરેના મૂળનાયકોની સ્તુતિ નામનિર્દેશ સાથે કરી છે. કેઈ કોઈ જગાએ “ઉ બરવાડા”