________________
[ $2 ] આ આખા લેખની પાછળ લાબો ઈતિહાસ છે. લેખની નજરે – કાવ્યની નજરે જોઈએ તે એ ખરેખર સુદર કાવ્ય છે. તે વખતનો સૂરતથી જોધપુરને માર્ગ અત્યારનો લગભગ રેલ્વેનો જ માર્ગ છે ખાસ કરીને અતિ ભવ્ય ભાષામાં શહેર, મદિરા અને કુદરતનું વર્ણન કવિએ કર્યું છે તે ખાસ વાચવા જેવું છે એમાં કુલ ૧૩૧ શ્લોક છે. એ આ લેખ વિજયપ્રભસૂરિને ઉદ્દેશીને લખાયેલ છે. વિજયદેવસૂરિની હયાતીમાં જ વિજયસિહસૂરિએ કાળ કર્યો (સ. ૧૭૧૦) એ જાણીતી વાત છે વિજયપ્રભસૂરિ સ. ૧૭૧રમા, ગચ્છાધિપતિ થયા. તેમની પ્રકૃતિ આકરી હતી અને બીજા કેટલાક સુયોગ્ય સાધુને છોડીને તેમને આચાર્યપદ આપવામાં આવ્યુ તેથી ગચ્છમાં તેમને વિરોધ ચાલતો હતો. વિજયદેવસૂરિએ સં. ૧૭૧રમાં કાળ 'કર્યો ત્યારે વિજયપ્રભસૂરિની સામેના વિરોધમાં વિનયવિજ્ય ઉપાધ્યાય સામેલ થયા. ત્યારબાદ કેટલાંક વર્ષો પછી વિજયપ્રભસૂરિને પ્રભાવ વધ્યો અને સઘમાં તેમનું વિશેષ સમાન થવા લાગ્યું ગચ્છમા વિરોધ વધી ન પડે તેટલા ખાતર આ વિજ્ઞપ્તિપત્ર વિનયવિજય ઉપાધ્યાયે લખ્યો હતો એમ જણાય છે. એનું અનુમાને વર્ષ સ ૧૭૧૮ લાગે છે. ત્યારથી એમણે શ્રી વિજયપ્રભસૂરિની આજ્ઞાનો સ્વીકાર કર્યો નમૂનાના થોડા 2લેક જેઈ જઈએ, જેથી કાવ્યચમત્કૃતિનો ખ્યાલ આવે આર ભોક –
'स्वस्तिश्रीणां भवनमवनीकान्तपक्तिप्रणम्यं, ' प्रौढप्रीत्या परमपुरुपं पार्श्वनाथं प्रणम्य । श्रीपूज्यानां गुरुगुणवतामिन्दुदूतप्रभूतो
दन्त लेखं लिखति विनयो लेखलेखानतानाम् ॥ १ ॥ આબુનાં વિમળ મત્રી ને વસ્તુપાળના મદિરે વર્ણવતા કહે છે – '
रूप्यस्वच्छोपलदलमयो चित्रढोत्कीर्णचित्री, चञ्चच्चन्द्रोदयचयचितौ कल्पितानल्पशिल्पो । जीयास्तां तौ विमलनृपतेर्वस्तुपालस्य चोच्चौ,
प्रासादो तो स्थिरतरयशोरूपदेहाविव हौ ॥ ५४ ॥ અમદાવાદની પિળ-પાડાઓનું વર્ણન આનદ આપે તેવું છે –
एकोऽस्य ध्रुवमुहुपते ! पाटकोऽन्यः पुराणां, वृन्दैस्तुल्यो जनपदसमान्येव शास्त्रापुराणि । वेश्मैकैकं पृथुतरमुरुग्रामतुल्य तदस्य, ।।
माहात्म्य क. कथयितुमल प्राप्तवाग्वैभवोऽपि ॥ ७४ ॥ સુરત ગોપીપુરા ઉપાશ્રય, જ્યાં આચાર્યશ્રી તે વખતે ચાતુર્માસ રહેલા હતા તેનું વર્ણન વાચતા કવિની પ્રતિભાને ખ્યાલ આવે છે –