________________
[ 0 ]
ગ્રંથ તથા ટીકા જનસ્તાવસગ્રહ(શ્રી યશોવિજય ગ્રંથમાળા)માં પ્રકટ થયેલ છે અને તેને ગુજરાતી અનુવાદ શ્રીયુત મોહનલાલ દલીચ દ દેશાઈ વલે ઈસ ૧૯૧૦મા વિસ્તાથ્થી નોટ, ઉપઘાત સાથે પ્રકટ કરેલ છેઆ કૃતિ ન્યાના અભ્યાસના આર ભ–પ્રવેશ માટે ઉપયોગી છે અને અનુવાદકારે નયના વિષયની મુદ્દામ છણાવટથી એ નાના ઉલ્લેખને સારી રીતે ઝળકાવ્ય છે. શ્રીયુત મોહનલાલ દેસાઈનો એ પ્રયત્ન સફળ છે, નયના સામાન્ય ખ્યાલ માટે ઉપગી છે અને પ્રાથમિક અભ્યાસીઓને માટે અનિવાર્ય છે.
ઈદૂત (કાવ્યમાળા, નિર્ણસાગર પ્રેસ, ચૌદમો ગુચ્છક –
તેને ટુક સાર “વિજ્ઞપ્તિત્રિવેણિના ઉપઘાતમા (લેખક શ્રી જિનવિજય, પૃ. ૬-૧૮) આપેલ છે સાવત્સરિક પ્રતિક્રમણ કર્યા પછી એક સઘ બીજા સ ઘ પર ક્ષમાપનાના પત્ર લખતા, શિખ્ય પિતાના ગુરુ પર લખતા. અને કેટલીક વાર એવા પત્રો ૬૦ હાથ અને કઈ વાર તો સે હાથ લાબા થતા. એની પહોળાઈ ૧૦-૧૨ ઈચ અને કાગળો સાથે કાગળ ચટાડી એમાં મદિરના દેખાવો વગેરેના ચિત્ર મૂકતા એને આકાર જન્મપત્રિકા જે તે રાજા-બાદશાહના મહેલ, નગર, બજાર, ભિન્નભિન્ન ધર્મોના દેવાલય અને ધર્મસ્થાનો, કૂવા, તળાવ, નદી, નટબાજીગરના ખેલ, ગણિકાના નૃત્ય વગેરે અનેક જાતના દોનુ આ વિજ્ઞપ્તિપત્રોમાં આલેખન થતુ હતુ. આ ચિત્રવિભાગ સાથે વર્ણનવિભાગ પણ બહુ સુંદર કાવ્યમય બનાવવામાં આવતો હતો.
આ લેખ વિનયવિજય ઉપાધ્યાયે જોધપુર(મારવાડ)થી લખ્યું છે. તે વખતે આચાર્ય શ્રી વિનયપ્રભસૂરિ સૂરતમા ચાતુર્માસ હતા ભાદરવા શુદિ ૧૫ની રાત્રીએ ચદ્રને જોતા તેને દૂત બનાવી તેની સાથે આચાર્યને વિજ્ઞપ્તિ મોકલી છે આખો લેખ સસ્કૃત મદાકાતા છંદમાં છે કાવ્યની ભાષા અતિ આકર્ષક અને વર્ણને ભવ્ય છે ૨–૭ સુધીના કાવ્યોમા જોધપુરનુ વર્ણન છે, પછી ચકને દૂત ગણી કુશળપ્રશ્ન તેને પૂછે છે અને જોધપુથી સૂરત જવાનુ છે એમ જણાવી તેના આખા રસ્તાનું વર્ણન કરે છે કાચનગિરિ, ઝાલોર શિહી, આબુના ભવ્ય શિખર વર્ણવ્યા છે. આબૂ પરના વિમળમ ત્રી અને વસ્તુપાળના દેરાનું વર્ણન અને અચલગઢ શિખર પર સ્વર્ણમિશ્રિત મૂર્તિઓનું વર્ણન કરી ત્યાથી ઇદુને સરસ્વતીના કાઠા પર આવેલા સિદ્ધપુરમાં રોકાવાનું કહે છે ત્યાથી સાભ્રમતીના કાંઠા પર અહમદાવાદ જવાનુ કહે છે. ત્યાના લક્ષમીપતિઓના આવાસો તથા જિનચેત્યો વર્ણવી વટપદ્ર(વડોદરા)ને વર્ણવ્યુ છે પછી ભરૂચ, તાપી નદીમાં સેંકડે જહાજે અને છેવટે સૂરતનું વર્ણન અતિ ભવ્ય ભાષામાં કર્યું છે ત્યાનાં ગોપીપુરાના શ્રાવકે પાશ્રયમાં જઈ ભવ્ય મંડપમાં વ્યાખ્યાતાના સિહાસન પાસે ઈદુને જવાનું કહે છે પછી ગુરુના ગુણેનું વર્ણન કરી એ મહાન તપગચ્છાધિપતિને નમજે અને પછી તેને મારો સ દેશે કહેજે એવી ભલામણ કરે છે છેલ્લા ૧૦ કાવ્યમાં સ દેશે છે. લેખક અવગુણથી ભરેલા છે અને ગ૭પતિ વિશાળ હૃદયના છે વગેરે વાતો રજૂ કરે છે.