________________
[૫૭] વગેરે. આ શરૂઆત ઉપરથી જણાય છે કે આ હેમલઘુપ્રક્રિયા ગ્રંથ તૈયાર કરવાનો ઉદ્દેશ શ્રી સિદ્ધહેમવ્યાકરણમાં પ્રવેશ કરવામાં સહાયક થવાનો જણાય છે. આખી વૃત્તિ બહુ સરળ સંસ્કૃત ભાષામાં રચી છે.)
સદર હેમલઘુપ્રકિયા ઉપર શ્રી વિનયવિજય ઉપાધ્યાયે સ. ૧૭૩૭માં ૩૪૦૦૦ શ્લોકપ્રમાણ ટીકા રચી, તેને રતલામ નગરમાં વિજયાદશમને દિવસે પૂરી કરી (ઋષિ-૭, વહ્નિ-૩, જલધિ-૭, શશિ–૧ અર્થાત ૧૭૩૭મે વર્ષે) એમ તેની પ્રશસ્તિ પરથી જણાય છે. એ ગ્રથની પ્રશસ્તિ ઘણી સુંદર છે. તેમાં પોતે જણાવે છે કે “અમે નવાં કાવ્યમાં પ્રવીણ છીએ, પાણિનિ અને હેમચંદ્રના વિજ્ઞાનમાં, વાસ્તુતવમાં, તર્કશાસ્ત્રમાં નિષ્ણાત છીએ, સિદ્ધાતમા ધન્યબુદ્ધિ છીએ, નાટકના જાણકાર છીએ, નીતિશાસ્ત્રમાં શકુન શાસ્ત્રમા, વૈદકમાં કાબેલ છીએ, અને નવા નવા છદોમાં રચના કરી શકીએ છીએ, નવ રસ અને અલકારની ગૂંચવણોને માહિતગાર છીએ, છ ભાષાના પદ્યમાં ધની રચના અને હસ્તગત છે અને અધ્યાત્મવિદ્યામાં અમે ધુર ધર છીએ. આવા અમને લોકમાં જીતનાર કોણ છે?—આવા અભિમાનમાં અમે મત્ત થયા હતા, એવામાં અકસ્માતુ અમારી નજર શ્રી હેમચંદ્રાચાર્ય વગેરે પર પડી એટલે તેમના પ્રબ છે જોતા અમારો સર્વ ગર્વ ગળી ગયો. એના ગભીર અને વિચારતા એમની સાહિત્યલીલાના ધ્યાનમાં અમે ગરકાવ થઈ ગયા.”
સદર પ્રશસ્તિ પરથી જણાય છે કે તેમણે સૂત્રનો ક્રમ જ ફેરવ્યો છે, પણ સૂત્રે તો અસલ સિદ્ધહેમના જ રાખ્યા છે. આ ટીકાની શ્લોકસ ખ્યા ૩૪૦૦૦ લખી છે તેમાં પ્રક્રિયાના પ્લેકે સાથે ગયા છે કે નહિ તે સ્પષ્ટ નથી.
આ વ્યાકરણની ટીકાનુ હાલમાં ઉ. ક્ષમાવિજયજી મારફત મુદ્રણ થાય છે. એમણે એની બે-ત્રણ પ્રતો મેળવી છે શુદ્ધ કરવા માટે બનતે પ્રયાસ કર્યો છે. પૂર્વાર્ધ છપાઈ ગયેલ છે, આગળ છપાય છે. તેની પ્રશસ્તિ બધી પ્રતમાં સરખી નથી છતા પ્રયાસ કરીને તેઓ સાહેબે ઠીક કરીને લખી મોકલી છે તે નીચે પ્રમાણે છે
प्रशस्तिः नव्ये काव्येऽतिभव्याः प्रथितपृथुधिय पाणिनीये च हैमे, विशाने वास्तुतत्त्वेऽप्यतिविशदृश. कर्कशास्तर्कशास्ने । सिद्धान्ते वुद्धिधन्या गुणिगणकगणाग्रेसरा नाटकक्षा, निष्णाता नीतिशास्त्रे शकुननयविदो वैद्यके हृद्यविद्याः स्वच्छन्दं छन्दसामप्यधिगतरचना यावती मावनीया., प्राप्तालकारसारा रुचिरनवरसग्रन्थग्रन्ये समर्थाः ।
॥ १ ॥