________________
[ પર] ૩૫મા સર્ગમા ચાર પ્રકારના પુદગળપરાવર્તનનું સ્વરૂપ, ઔદારિકથી માંડીને કામણ સુધીની આઠે વર્ગણાનું સ્વરૂપ, કર્મના પરમાણુઓમાં રહેલા અનુભાગના સ્પર્ધ્વકેનું સ્વરૂપ, અતીત, અનાગત કાળનુ માન ઈત્યાદિ પરિકીર્તન વડે દિષ્ટ (કાળ) લોક સ પૂર્ણ કરેલ છે.
(ભાવલોક) ૩૬મા સર્ગમા “ભાવ”નું સ્વરૂપ આપેલું છે તેમાં છ ભાવોનું સમ્યફ પ્રકારે નિરૂપણ કર્યું છે અને ભાવક પૂર્ણ કર્યો છે.
આવી રીતે ચાર વિભાગમાં આ સર્વસમુચ્ચય ગ્રંથ (Encyclopaedia of Jainism) પૂરે કરવામાં આવ્યું છે એના શ્લોકેની કુલ સંખ્યા ૧૫૫૫૯ છે, જ્યારે ગદ્યવિભાગ સાથેનું ગ્રથાગ ૨૦૬૨૧ શ્લોકનુ છે. ગ્રંથાગ ૩ર અક્ષરે એક શ્લોકતુ ગણાય છે. લખેલ પ્રતિમા પ્રાતે ગ્રથા ર૦૬ર૧ લખેલ છે.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ચાર વિષયો લઈને આ ગ્રંથમાં જૈન ધર્મને દ્રવ્યાનુગ અને ગણિતાનુયોગ સક્ષેપમાં સમાવી દેવામાં આવ્યો છે. આ ગ્રંથમાં ચરણકરણનુગ શ્રાવકના બાર વ્રત તથા ૧૮૦૦૦ શીલાંગ વગેરે કહેવાને પ્રસગે ચચે છે. અને તીર્થકરાદિ ચરિત્રો દ્વારા ધર્મકથાનુગ પણ ટૂંકામાં આપેલ છે.
તીર્થ કરો અને ચકવતીઓ તથા વાસુદેવના ચરિત્રનો વિષય કાળલોકમાં ચર્ચવામાં આવ્યા છે. મારી ગણતરી પ્રમાણે દ્રવ્યાનુયોગ અને ગણિતાનુગની તે કોઈ પણ વાત ઘણે ભાગે આ ગ્રથની બહાર રહેવા દેવામાં આવતી નથી. કેઈને જૈન ધર્મના તત્ત્વવિભાગનો સામાન્ય ખ્યાલ કે અભ્યાસ કરે છે તે તેને આ ગ્રંથ સારી રીતે બતાવી શકાય. જેના અભ્યાસ અને મનન માટે ભલામણ કરી શકાય તેવો ભવ્ય અને વિશાળ આ ગ્રંથ છે અને છતા તેમા સંક્ષિપ્તતા આણવા માટે જેટલો બને તેટલો પ્રયાસ કરવામાં આવ્યો છે.
એ ગ્રથનુ નામ લોકપ્રકાશ રાખવામાં આવ્યું છે ચત્તે વ્યાભિ રિમન્નિત્તિ જેવા એવી લોકશબ્દની વ્યાખ્યા કરવામાં આવી છે. જેમાં દ્રવ્યો દેખાય છે – જોવામાં આવે છે તે લોક” દ્રવ્યના બે વિભાગ. જીવ અને અજીર્વ. અજીવના પાચ પ્રકાર. ધર્માસ્તિકાય, અધર્મસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદગળાસ્તિકાય અને કાળ. એ છ દ્રવ્યોનુ ખૂબ વિસ્તારથી, પણ અન્ય શાસ્ત્રોની અપેક્ષાએ અતિ સક્ષિપ્ત સ્વરૂપ આ ગ્રંથમાં આગમાદિ ધર્મશાસ્ત્રોના દેહનરૂપે આપવામાં આવ્યું છે.
આ ગ્રંથને એનસાઈકલોપીડિઓ-સમુચ્ચયગથ કહેવાનું કારણ એ છે કે ગ્રથર્તાએ એના આલેખનમાં ૧૦૨૫ સાક્ષીઓ – અન્ય મહાન આગમ આદિ ગ્રથની-મૂકી છે કેટલીક જગ્યાએ આગમસૂત્રને માત્ર નામનિર્દેશ છે, જ્યારે ઘણીખરી જગ્યાએ તો લેખકે પોતે મૂળપાઠેને