________________
[૫૧] સીતાનુ ચરિત્ર વેયક અને અનુત્તર વિમાનોનું વર્ણન, ત્યારપછી સિદ્ધશિલાનું અને લોકોને રહેલા સિદ્ધોનું વર્ણન આપેલું છે. આ પ્રમાણે ૧૬ સમા (૧ર થી ર૭ સુધીમા) ક્ષેત્રલોક પૂર્ણ કરેલો છે.
(કાળલોક) ૨૮મા સગમાં કાળને દ્રવ્ય તરીકે માનવા સ બ ધી બે મતને આશ્રીને યુક્તિની સ્પષ્ટતા, છ ઋતુનું વર્ણન, કાળગાચ નિક્ષેપ, સમય, આવળી, ક્ષુલ્લક ભવનું વર્ણન, ઘડી, મુહૂર્ત, દિવસ, પક્ષ, માસ વગેરેનું વર્ણન, સૂર્ય, ઋતુ, ચક્ર, નક્ષત્ર ને અભિવદ્ધિત–એમ પાચ પ્રકારના માસ, વર્ષ અને તેની ઉપપત્તિનું વર્ણન, યુગનો આદિ ક્યારે થાય છે, દરેક યુગમાં આવતા માસ, ઋતુ, અયનો ને દિવસેનું પ્રમાણ, અધિક માસ, અવમ રાત્રિએ ને વિષુવત્ની આવૃત્તિ, ઋતુ, અયન અને નક્ષત્રાદિ સાથે ચદમાને યોગ, તેના કારણે, સૂર્યના કરો, બીજા બવાદિ કરણે, પોથી વગેરેનું પરિમાણ, તેના વડે તિથિ આદિનો નિશ્ચય વગેરે બતાવેલ છે.
૨માં સગમા યુગથી માંડીને સો-હજાર વગેરેના ફમથી શીર્ષ પ્રહેલિકા સુધીના અંકોનું નિરૂપણ, અવસર્પિણીના પહેલા ત્રણ આરાનું વર્ણન તેમ જ કલ્પવૃક્ષ, યુગલિકાદિનું વર્ણન આપેલું છે. , ૩૦મા સર્ગમાં સામાન્ય જિનેશ્વરેના જન્મથી માડીને નિર્વાણ પર્વતની સર્વ પરિ. સ્થિતિનું વિસ્તારથી વર્ણન આપેલું છે.
૩૧મા સર્ગમાં ચક્રવતીના દિગ્વિજયની હકીક્ત, તેની સંપત્તિનું વર્ણન, નવ નિધિ ને ચૌદ રત્નોનું વર્ણન તથા વાસુદેવ, બળદેવ ને પ્રતિવાસુદેવનું સામાન્ય વર્ણન આપેલું છે.
૩૨માં સર્ગમાં ભાદિ જિનેશ્વરાન પૂર્વભવથી માંડીને સ ક્ષેપથી ચરિત્ર વર્ણવેલું છે.
૩૩મા સર્ગમાં આ અવસર્પિણીમાં થયેલા ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ વગેરે સત્યરુનું ચરિત્ર વર્ણવેલ છે.
૩૪માં સર્ગમાં આ પાચમા આરાના સ્વરૂપનું નિરૂપણ અને તેમાં થનારા ઉદ તથા આચાર્યોનું વર્ણન, તેમના નામ અને એ મહાત્માઓની કુલ સંખ્યા બતાવી છે. ત્યારપછી છઠ્ઠા આરાના પ્રારંભમાં થનારા ધર્મેદાદિરૂપી સ્થિતિ, શત્રુ જયગિરિની વૃદ્ધિ-હાનિ અને છઠ્ઠા આરામા બિલવાસી થનારા મનુષ્યાદિનું વર્ણન આપ્યું છે તેમ જ ઉત્સર્પિણીમાં ઉત્કૃષ્ટપણે થનારી બધી સ્થિતિ, પર્યાયવૃદ્ધિ વડે વધતી છયે આરાની સ્થિતિ, આવતી ઉત્સર્પિણીમાં થનારા જિન તથા ચક્રી વગેરેનું વર્ણન આપવામા આવ્યુ છે