________________
[૪૭]
તે વખતના સમાજમાં નિમિત્તના સ બ ધમાં જનતાની માન્યતા કેવી હશે, રાજદરબારમાં પડિતે જાય ત્યારે કેવા પ્રકારની તૈયારી કરતા હશે, એક નેતા હોવાની જરૂરિયાત કેટલી જણાતી હશે, ગર્ભવતી સ્ત્રીઓને અને કેટલી સ ભાળ લેવામાં આવતી હશે વગેરે ઘણી બાબતો પર પ્રકાશ પડે છે, તે ટીકા પરથી તારવી કાઢવા યોગ્ય છે. એ પ્રસંગો પરથી શ્રી વીરપરમાત્માના સમયનું ભાન થાય તેમ છે એમ ધારવા જેવું નથી, એવી અનેક બાબત શ્રી વિનયવિજય ઉપાધ્યાયના સમયની સમાજરચના બતાવે છે એમ સમજી લેવાના અનેક પ્રસંગે ટીકા પરથી પ્રાપ્ત થાય તેમ છે.
વ્યાકરણની ચર્ચા કેટલેક સ્થળે આ ટીકામાં આવે છે તે ટીકાના કર્તાનો વ્યાકરણ પર કાબૂ બતાવે છે. તાર્કિક કેટીઓ ચર્ચામાં અવારનવાર આવે છે તે તેમનું અને શ્રીમદ્યશવિજયનું ન્યાય વિષય પરનું પ્રભુત્વ પુરવાર કરે છે અને સાથે તે બન્ને વચ્ચે કેટલો તફાવત હતું તે ચર્ચાની વિગત પરથી જણાઈ આવે છે
એક દરે આ સુબોધિકા ટીકા સરળ, બાળ તથા વિદ્વાન વર્ગ બંનેને ઉપયોગી અને કલ્પસૂત્ર સમજવા માટે અગત્યનું સાધન પૂરું પાડે છે.
તે કાળમાં શ્રી હીરવિજય આચાર્યનું તથા વિજયસેનસૂરિનું સમાજમાં કેવુ માન હતું તે વિચારવા માટે પ્રશસ્તિ ખાત્ર આપી છે. તે યુગમાં ધર્મના પ્રભાવકો બહુ સારા થયા છે એમ લાગ્યા વગર રહે તેમ નથી આ સ બ ધી તાત્કાલિક ઇતિહાસની વિચારણામાં કેટલીક હકીક્ત જોવામાં આવશે આ ટીકા બનાવતી વખતે (૧૯૯૬માં) વિનયવિજય ઉપાધ્યાય વિજયતિલકસૂરિ અને તેમની પાટે વિજયા દસૂરિના પક્ષમાં હતા એમ પ્રશસ્તિ પરથી જણાય છે. એમણે એમ વિજયદેવસૂરિનું નામ આપ્યું નથી એ ખાસ સૂચક છે ત્યારપછી એ વાત ફરી ગઈ એ આપણે જોઈ ગયા “આન લેખ” આ ટીકા રચતા પહેલાં લખાયેલો હતો તે આપણે આગળ જોશુ લોકપ્રકાશ–
આ ગ્રંથની પ્રશસ્તિ આ વિભાગની શરૂઆતમા ચરિત્રવિચારણાને અંગે આપી છે. ત્યા તેનું આખુ ભાષાતર આપ્યું છે મૂળ વિભાગના જિજ્ઞાસુએ તે વાચી લેવુ. (જેન ધર્મ પ્રસારક સભા, કાળલોક, પૃ ૭૨૧-૭) એ પ્રશસ્તિમાં શ્રી સુધર્માસ્વામીથી માડીને 2 થરચનાના સમય સુધીના આચાર્યોની પર પરા આપેલી છે ગ્રંથરચના સ ૧૭૦૮ના વૈશાખ શુદિ પાચમે પૂરી થઈ તે વખતે તપગચ્છમાં આચાર્યપદે વિજયપ્રભસૂરિ હતા એમ એ પ્રશસ્તિમાં લખ્યું છે આ બાબતમાં કોઈ અવ્યવસ્થા જણાય છે. ૧૭૦૮મા વિજયસિહસૂરિ હયાત ઉંઝા. તેઓ ૧૭૦૯મા કાળધર્મ પામ્યા એ પ્રસિદ્ધ વાત છે. પ્રશસ્તિ કાઈ મોડી લખાયેલી હેવી જોઈએ એમ મારુ અનુમાન છે.