________________
[૪૬] ટીકાકારે કર્યો છે. સુપન પાઠક વખતે રેષાશાસ્ત્ર, સ્વખનિમિત્તશાસ્ત્ર અને ભગવાનને કેવીજ્ઞાન થયા પહેલા તેમનો વિહાર તથા ઉપસર્ગ સહનશક્તિ અને કેવલ્ય પછી ગણધરવાદ આ ઉમે છે મૂળથ (કલ્પસૂત્ર) લગભગ ૧૨૫૦ લોકપ્રમાણ છે, તે પર આવા પ્રકારના વધારાથી ટીકા બહુ મોટી થઈ ગઈ છે. એના ઉપાદુઘાતમા “કલ્પ એટલે શું એની ચર્ચામાં તથા મૂળ લેખકની માહિતી આપવામાં સારે ભાગ કર્યો છે
વચ્ચે વચ્ચે કલ્પરિણાવલી નામની ટીકાના રચયિતા શ્રી ધર્મસાગર ઉપર કેટલેક ઠેકાણે ટીકા કરી છે અને તેમણે કહેલા અર્થો સમીચીન નથી કે તેઓ આ કુપસૂત્રને આશા બરાબર સમજ્યા નથી એવી ગર્ભિત સૂચનાઓ કરી છે. તે યુગમાં વિજયપક્ષ અને સાગરપક્ષે વચ્ચે થયેલા ઝગડા એતિહાસિક છે તેની એમ પીઠિકા છે.
એકદરે ટીકાની ભાષા સરળ છે, વાચવામા મા આવે તેવી છે. લેખકનો ભાષા પર કાબૂ ઘણે સુદર હોય એમ બતાવે તેવા એ ગ્રથ છે. એમણે પોતે જ પ્રસ્તાવના કરતા જણાવ્યું છે કે આ કલ્પસૂત્ર ગ્રંથ પર અનેક ટીકાઓ થયેલી છે છતાં પોતે સામાન્ય મનુ માટે આ ટીકા બનાવે છે. સૂર્ય હોય તો પણ ભયરામાં પ્રકાશ માટે નાના દીવાની જરૂર પડે છે એ તેમને આદર્શ છે.
આ ટીકે તેમણે સં. ૧૬૯૬ના જેઠ શુદિ બીજ, ગુરૂવારે પૂરી કરી એટલે એ તેમની કૃતિઓમાં પહેલી હતી એમ જણાય છે.
પ્રશસ્તિ પરથી લેખકના હૃદયમાં શ્રી હીરવિજયસૂરિ અને વિજયસેનસૂરિ પ્રત્યે કેટલું માન હશે તેને ખ્યાલ આવે છે. પિતાના ગુરુ શ્રી કીર્તિવિજય ઉપાધ્યાય તરફ પણ તેમનું અત્યત માન જણાય છે. લેખક તરીકે શ્રી કીર્તિવિજયે “વિચારરત્નાકર્સ ગ્રથ બનાવ્યું છે તેથી તેઓનો પણ શાબધ સારે હશે એમ માલૂમ પડે છે.
શ્રી વિનયવિજય ઉપાધ્યાય પિતાના ગ્રંથની રચનામાં ઉપયોગિતાના તત્વ પર ખાસ ધ્યાન આપતા હશે એમ જણાય છે. એમણે બનાવેલ પુણ્યપ્રકાશ (આરાધના)નું સ્તવન તથા દર વર્ષે વચાના પર્યુષણના વ્યાખ્યાને અને દર વર્ષે આયબિલની ઓળીમાં નવ નવ દિવસ સુધી વંચાતો શ્રીપાળને રાસ જોતા તેમણે જનતાની તાત્કાલિક જરૂરિયાત પર, ગ્રંથપસંદગી કરતી વખતે, ખાસ લક્ષ્ય આપ્યું હશે એમ લાગ્યા વગર રહે તેમ નથી
મૂળ કલ્પસૂત્ર પર રચેલ “સુપિકા ટીકાને તેઓ “વૃત્તિ કહેતા નથી, પણ વિવૃતિ કહે છે. એટલે વૃત્તિમા તે મૂળને અર્થ કરવાનું હોય, પણ વિવૃતિમાં વિશેષ આનુષંગિક હકીકત પણ જણાવી શકાય એવો આશય જણાય છે
૧ ગ્રંથ છપાયેલ છે ને લભ્ય છે તેમાં શ્રી આચારાંગાદિ સમાથી અમુક સંખ્યામાં જુદા જુદા અધિકારો ચ ટીને દાખલ કરેલા છેખાસ વાચવા ચોગ્ય છે