________________
[૪૫] એ ક્ષમાધારી(કીર્તિવિજય વાચક)નું સદભાગ્ય સમજવાને કોણ સમર્થ થાય ? અને એમનું અદ્ભુત ચરિત્ર જગતના ક્યા જનમનને આશ્ચર્ય ઉપજાવ્યા વગર રહી શકે ? એમની હસ્તસિદ્ધિ તદ્દન મૂખ માણસને પણ વિદ્વાન શિરોમણિ બનાવે તેવી છે અને એમના પગલા ચિંતામણિરત્ન વડે ભેદને ઢીલો કરી નાખે છે ૯.
જેઓ (કીર્તિવિજય ઉપાધ્યાય) લઘુવયથી જ સુપ્રસિદ્ધ મહિમાવાળા હતા, જેઓ વૈરાગીઓના નેતા (આગેવાન) હતા, શાબ્દિક યાકરણી)ની પક્તિમાં જેઓ અગ્રેસર હતા, તર્કચર્ચામાં જેઓ સામા પક્ષથી કદી ન જિતાય તેવા હતા, શાસ્ત્રસિદ્ધાતરૂપ સમુદ્રનુ મ થન કરવામા મંદરાચળ પર્વત જેવા હતા, જેઓ કવિઓની કળાકુશળતાથી થતી કીર્તિના ઉત્પત્તિસ્થાન હતા, જેઓ હંમેશા સર્વ પ્રકારના પરોપકાર કરવામાં રસિક હતા અને જેઓ સવેગ(વૈરાગ્ય)ના સમુદ્ર સમાન હતા, ૧૦.
* “જેઓ “વિચારરત્નાકર નામના પ્રશ્નોત્તરગ્રથ વગેરે અદભુત શાસ્ત્રગ્રંથોના બનાવનાર હતા, તેમ જ અનેક શાસ્ત્રરૂપ સમુદ્રનુ સેવન કરનારા હતા અને હમેશા અપ્રમત્ત (ઉદ્યોગી) હતા, ૧૧.
એવા વિશાળ કીર્તિવાળા મહાન ઉપાધ્યાય પૂજ્યપાદ શ્રી કીર્તિવિજયના શિષ્ય વિનયવિજયે કલ્પસૂત્ર પર સુબાધિકા (ટીકા) રચી ૧ર. (ચાર લોકોને અર્થ સાથે કરવો)
શ્રી વિમળ ઉપાધ્યાયના વશમા મુક્તામણિ (મોતી) સમાન, બુદ્ધિના વિષયમાં બૃહસ્પતિની બુદ્ધિને જીતનાર અને પડિત, સવિ (સાધુઓ) અને સહૃદયમાં ભૂષણભૂત થયેલા, શાસ્ત્રરૂપ સુવર્ણની કસોટી કરનારા વાચકવર ભાવવિજયે એ( ટીકા)ને શોધી (તપાસી દીધી) ૧૩-૧૪
“સ વત્ ૧૯૯૬મા વર્ષે, જેઠ માસના શુકલપક્ષની બીજને દિવસે, ગુરુવારના રોજ, પુષ્ય નક્ષત્રમાં આ યત્ન સફળ (પૂર્ણ) થયો ૧૫.
“આ વિવૃતિ (ટીકા) રચવામાં શ્રી રામવિજય પ ડિતના શિષ્ય શ્રી વિબુધવિજય વગેરેની ચાલુ માગણી પણ હેતુભૂત જાણવી.” ૧૬.
દર વર્ષે પર્યુષણમાં કલ્પસૂત્ર વાચવાનો નિયમ થયો ત્યારથી તે પર વિવિધ ટીકાઓ તૈયાર થઈ કલ્પસૂત્રમાં મુખ્યત્વે કરીને શ્રી મહાવીરચરિત્ર, સ ક્ષિપ્તમાં શ્રી પાર્શ્વનાથ અને નેમિનાથ તથા આદીશ્વર ચરિત્ર, ત્યારપછી સ્થવિરેના ચરિત્ર અને અ તે સાધુની સમાચાર– એટલી હકીકત આવે છે. એના વ્યાખ્યાને પર્યુષણના ચોથે, પાચમ, છઠું અને સાતમે દિવસે અર્થ સાથે થાય છે અને આઠમે દિવસે મૂળસૂત્રનું વાચન થાય છે એ કલ્પસૂત્રની આ સુબોધિકા નામની ટીકા રચીને લેખકમહાત્માએ કુલ ૬૫૮૦ શ્લોક( થા)નો ગ્રંથ બનાવ્યો છે. આમાં માત્ર ટીકા જ રચી છે એમ નથી, મૂળ ગ્રંથમાં અનેક પ્રસ ગે ઘણે નૂતન ઉમેરે
૧ માથે હાથ મૂકો અથવા વાસક્ષેપ કરવો