________________
માધ્યસ્થભાવના
४८७
આ પ્રમાણે એ અનુપમ તીર્થનું સ્મરણ કર એટલે તને ચિરકાળપર્ય ત અવિરામ સુખ મળશે, નિર તરતુ શાશ્વત સુખ પ્રાપ્ત કરાવી આપે એવુ આ અનુપમ તીર્થ છે.
“આ તીર્થ” એમ કહીને 2 થર્તાએ તીર્થનું નામ અધ્યાહાર્ય રાખ્યું છે એમનો ઉદ્દેશ ઔદાસીન્ય કહેવાનો જ હોવો જોઈએ ત્યાં પોતાના ચેતનને તીર્થસ્થાને લેવામાં આવે તે પણ ઉપરનાં સર્વ વિશેષણે તેને લાગુ પડે તેમ છે ચેતન પિતે તીર્થ છે, અનુપમ છે, અત સ્થિત છે, અભિરામ છે અને વિશદ પરિણામવાનું છે. એ પણ સત્તાએ પરમાત્મા હેવાથી અને સર્વ પ્રયત્ન એને માટે હોવાથી એનું સ્મરણ કરી, તદુદ્વારા અવિરામ સુખ
એને પ્રાપ્ત કરાવવાનું છે. એ સર્વ વાત બરાબર બેસતી આવે છે એ તીર્થને પણ યાદ કસ્મરો.
આ આખી ગાથા કાસીન્ય માટે છે એ સમજાય તેવું છે. શક્યાર્થ બતાવવો જોઈએ તથી ચેતનજીને પણ ત્યાં દાખલ કર્યા છે ચેતનનું વિશેષણ “ચેતનમ’ મૂકવું શોભે નહિ, તેથી પ્રથમ અર્થ જ વધારે સમીચીન છે. - દાસીન્ય આવું છે. ખરેખર એ તીર્થ છે, ભેટવા ગ્ય આદર્શરૂપ પવિત્ર જગ્યા છે, જાત પવિત્ર છે અને આશ્રય લેનારને પવિત્ર કરે તેવી એ વિશુદ્ધ ભૂમિકા છે
આપણે તીર્થભૂમિએ શા માટે જઈએ છીએ? એના વાતાવરણમાં એવી વિશુદ્ધિ હોય છે કે એથી વિચારશુદ્ધિ અને ક્રિયાશુદ્ધિ થાય છે. જે પવિત્રતા અને પવિત્ર વાતાવરણને ત્યા અનુભવ થાય છે તે માધ્યશ્યભાવમાં પ્રાપ્ય છે
આ ગાથાને અર્થ બીજી રીતે પણ શક્ય છે. પ્રત્યેક વિશેષણને દાસીન્ય સાથે જ લેવું. ઉદાગીનભાવ અનુપમ તીર્થ છે, એ જીવંત છે, અતરમાં સ્થિત છે. મનોહર છે, વિશદપરિણામવાનું છે અને અવિનાશી સુખ આપનાર છે. આ અર્થ સર્વા ગસુદર લાગે છે
૮. એ દાસી –માધ્યચ્યભાવનું વર્ણન કરી શકાય તેમ નથી. હજુ પણ થોડા વર્ણનાત્મક ભાવો બતાવે તેવા વિશેષણે આપે છે એ પરબ્રહ્મરૂપ પરિણમનનું પરમ સાધન છે પરબ્રહ્મ એટલે પ્રકૃષ્ટ બ્રહ્મ, નિવિકાર, નિર જન શુદ્ધ ચૈતન્ય. એ પરબ્રહ્મનું સ્વરૂપ “જ્ઞાનસારના બીજા મનાષ્ટકમાં શ્રી યશોવિજય ઉપાધ્યાયે બતાવ્યું છે. આ વિકાર વગરના, શરીર વગરના શુદ્ધ ચંત્યન્યસ્વરૂપને પરબ્રહ્મસ્વરૂપ કહેવામાં આવે છે ચેતનનું તપ જે પરિણમન થાય, 1કપ થવાપણું થાય તેનું નિદાન (પરમ સાધન) ઉદાસીનભાવ છે ઉદાસીનભાવ આવી જાય તા અંતે સ્વાભાવિક રૂપ , ચેતન પ્રાપ્ત કરે છે અને તેને લાગેલ સર્વ મળ દૂર થઈ જાય છે દાસીન્યભાવને એના ઉત્કૃષ્ટ આકારમાં આ વિશેષણ રજૂ કરે છે ઉદાસીનભાવ પ્રાપ્ત થયા પછી જુદા જુદાં પગલાં લઈ ચેતન કેવી રીતે પરબ્રહ્મસ્વરૂપ સાધે છે તે પર વિવેચન કરવાની ભાગ્યે જ જરૂર હોય.