________________
૪૮૮
શાંતસુધારસ
એ ઉદાસીનતા સ્પષ્ટ રીતે કેવળ વિશિષ્ટ જ્ઞાન છે. વિશિષ્ટ જ્ઞાનમાં મલિનતા નથી હોતી. ત્યા અખડ શાતિ અને રાગાદિપરિણતિ પર કાબૂ હોય છે. જ્યા સમજણ હોય ત્યાં સાંસારિક ભાવને રજૂ કરનાર રાગાદિભાવોની દરમ્યાનગીરી ન જ સ ભવે. આ વિશિષ્ટ જ્ઞાન એટલે નિર્મળ થતજ્ઞાન સમજવું, અને તે આત્મવિશિષ્ટ ભાન સુધી લઈ જઈ છેવટે સપૂર્ણ વિજ્ઞાન (કેવળજ્ઞાન) પ્રાપ્ત કરાવે છે એમ સમજવું.
એ દાસીન્ય જાતે જ વિચિત જ્ઞાન છે એમાં શુદ્ધ-અશુદ્ધ, યથાર્થ—અયથાર્થ, ગ્રાહ્યત્યાજ્ય વસ્તુ અથવા ભાવનું વિવેચન હોય છે ઉદાસીનતાની સાથે વિવેચનશક્તિ જરૂર પ્રાપ્ત થાય છે. વિવેચજ્ઞાનથી–વિવેકથી સદ કે અસદનો તફાવત સમજાય છે અને ચેતન માર્ગ પ્રાપ્તિ બરાબર કરે છે.
- વિનય! આવા સાતસુધારસ અમૃતના રસનુ તુ પાન કર. એ અમૃતને ધરાઈ ધરાઈને પી, એના રસના ઘૂંટડા લેતો જા અને એના આનદના ઓડકાર આવે તેમાં મસ્ત થઈ મોજ માણ
આવા અનેક વિશેષણને યે ઉદાસીનભાવ છે. તેને તુ સમજી-ઓળખી તારા જીવન સાથે વણી નાખ એના આન દતર ગો તને ભવસમુદ્રને કાઠે લઈ જશે.
અહી વિનયને ઉદેશ કરવા દ્વારા કર્તા શ્રીવિનયવિજય ઉપાધ્યાયના નામનું સૂચન કર્યું છે. આ ગ્રંથ અહી પૂરો થાય છે તેથી એનું પાન કરવાની–એ ભાવનાઓને વાર વાર ભાવવાની ભલામણ પણ કરી અને એ રીતે આ ગ્રંથનુ અતિ રમ્ય મળમુ ચિત્ર પૂરું કર્યું.