________________
માધ્યસ્થ્યભાવના
૪૫
રવી તે ગાંડપણ છે. પેાતાની શક્તિ, આવડત અને સયેાગેા અનુસાર પ્રયત્ન કરતા ફળ ન દેખાય તે સૂવાનુ નથી. એ વખતે મનની સ્થિરતા રાખવી એ ઉદાસીનભાવ છે વળી અન્યની ભવિતવ્યતા દુર્વાર છે એ વાત તારે છેવટે દિલાસારૂપે અને ઉદાસીનભાવની ખીલવણી પૂરતી જ વિચારવાની છે, કારણ અન્યની ભવિતવ્યતા શી છે તેનુ તને જ્ઞાન નથી. પુરુષાર્થને પૂરતા અવકાશ છે. માટે એને માર્ગ પર લઈ આવવા, તેનામા પ્રગતિ કરાવવા જરૂર પ્રયત્ન કરજે અને પછી મધ્યસ્થભાવ ભજજે.
૬. ઉદાસીનભાવનામા ખાસ કરીને ક્રોધ–કષાયના ત્યાગ કરવાના છે અથવા તે મનેાવિકાર ઉપર જેટલેા બને તેટલેા કાબૂ મેળવવાને છે. કોષ, કાપ, અમર્ષ, ગુસ્સા અથવા એને લગતી અદરની વૃત્તિ થવા ન દેવી અથવા થાય તેા તે પર કાબૂ મેળવવે! એ આખી ભાવનાનુ ફળ છે. એ ફળ પ્રાપ્ત કરવાના જુદા જુદા માર્ગો ખતાવે છે
(ક) તુ હૃદય ગમ–મનેાહર સમતા સાથે ક્રીડા કર સમતા જાણે તારી પ્રેમેશ્વરી હાય એમ તુ એની સાથે રમ, એની સેાખતમા આનદ માણ. એના વિયાગે દુ:ખી થા. એનુ અને તારુ એક ભાવદાંપત્ય કર સર્વ સયેાગેામા મનને તુલ્ય પરિણામવાળુ રાખવુ એ સમતા છે. એ સમતા હાય તા ક્રોધના વિકાર સ્થાન પામી શકતા નથી. શમ એ સ્વભાવાલ ખન છે અને જ્ઞાનના પરિપાક છે એમ શમાષ્ટકમાં શ્રીયશેવિજયજી કહે છે એ હાય તેા વિકારના નાશ થઈ જાય છે.
(ખ) તુ માયાના જાળાઓને ખલાસ કર. મનમા કાઈ હોય અને બહાર કાઈ એવુ, વર્તન, વચન અને વિચારણામા વિરાધ રાખવા અને અનેક પ્રકારના ગેાટા વાળવા એ વૃત્તિના તુ ત્યાગ કર જે પ્રાણીને ઉદાસીનભાવ કેળવવા હોય તેને દેખાવ–ભ પાલવે નહિ એ તે આગળ અને પાછળ, ભૂતકાળમા કે ભવિષ્યમા, રાય કે ૨૪ સાથેના વર્તનમા એકરૂપ જ હાય, એને દ ભ ગમે નહિ, દેખાવ પાલવે નહિં, છળ ગમે નહિ, કપટ આવડે નહિ અને કાઇની ઉપર ખેાટો લાભ લેવા ગમે નહિ મધ્યસ્થ દેખાવાના એ કદી દભ ન કરે. એને અતરથી મધ્યવૃત્તિ ગમે અને તે પર પેાતાના વર્તનની રચના કરે ઉદાસીનભાવ અને દર્ભના સખ ધ અશક્ય છે, દલ હાય ત્યા ઉદાસીનતા રહી શકે નહિ.
(ગ) તુ જડ વસ્તુ કે જડ ભાવા પર ખાટો આધાર રાખે છે પુદ્ગળ તારા નથી, તુ પુનળના નથી, એને વશ પડવાથી તુ ઉદાસીન રહી શકતા નથી પરજનનો સબધ કે તેને વાવર્તિત્વ જેટલું ભય કર છે તેટલુ પરવસ્તુના સ ખ ધમા પણ ભય કરત્વ છે. એક ચા કે દારૂની ટેવ હાય તેા પરવશતા કેટલી પ્રગતિ રાકે છે એ વાત પર વિવેચનની ભાગ્યે જ જરૂર હાય. એ જ પ્રમાણે મનેાવિકારનુ વશવતત્વ પશુ પરવશતા જ છે મનેવિકાશ પણ ઉદાસીનતાના વિધી છે.