________________
માધ્યશ્મભાવના
૪૭૧
છે, કોઈ રૂપવાન અને કોઈ કદરૂપા, કેઈ કાણા આધળા, બહેરા કે જડબુ બેસી ગયેલા, કોઈ યુવાન, મજબૂત અને પડછદ પડે તેવા, કોઈ નિર તર દવા ખાવાવાળા દમલેલ, તે કઈ તદ્દન ત દુરસ્તઆવા હજારો લાખે પ્રકારના માણસો-પ્રાણીઓ દુનિયામાં છે.
સ સારભાવનામા એના અનેક નાટકો આપણે જોઈ ગયા છીએ સ્વરૂપ ભિન્નતા તે એટલી છે કે લગભગ પ્રત્યેક પ્રાણીમાં તેનું વ્યક્તિત્વ જરૂર હોય છે. અને સ્વરૂપ ભિન્નતા સાથે પ્રત્યેકના કાર્યોમાં પણ વિવિધતા જોવામાં આવશે કેઈ દાન આપનાર, સદાચારી, મિતભીષી, સાચી સલાહ આપનારા, પોતાની ફરજનો ખ્યાલ કરનારા, જીવનને સારી રીતે વ્યતીત કરી વિકાસ સાધનારા લેવામાં આવશે અને કેઈ ધમાલિયા, તરગી, અપ્તરગી, દુરાચારી, ખડુ નાદે ચઢી ગયેલા, વ્યસની, અપ્રામાણિક જીવન વહનારા જોવામાં આવશે. બાહ્યસ્વરૂપ અને ચેખિતના વર્ણનો કરવા બિનજરૂરી છે. એ દરરોજના અનુભવનો વિષય છે.
સ્વરૂપ પ્રાપ્તિ અને વર્તન કર્માધીન હોવાથી એને “મર્મભેદ કહેવામાં આવ્યા છે મર્મ એટલે ઊંડાણભાગ આ મર્મને ભાગી નાખનાર કર્મો અનેક પ્રકારના ના કરાવી રહેલ છે. એને લઈને પ્રાણી સુરૂપ-કુરૂપાદિ અનેક રૂપ લે છે અને શુભ, અશુભ આચરણ-વર્તન કરે છે કઈ ખરા ગૃહસ્થ” અથવા “સાધુજીવન ગાળનારા જોવામાં આવે છે અને કોઈ તદ્દન ખસી ગયેલા બદમાશો જેવા હોઈ પોતાનું સમગ્ર જીવન વેડફી નાખે છે
આમાં પ્રશ સા કોની કરવી? અને રીસ પ્રણ કોના ઉપર ચઢાવવી ? જ્યા જોઈએ ત્યા કર્મને પ્રભાવ એવો દેખાય છે કે એનું વર્ણન કરવા બેસીએ તે ઉપમિતિભવપ્રપ ચાકથા જેવી મોટી કથા લખવી પડે અને છતાં તેનો છેડે તો કદી ન જ આવે આખી રમત માણી છે અને ચારે તરફ તુમુલ યુદ્ધ ચાલી રહ્યું છે આવા અનેક પ્રાણીઓ અને તેમના વિધવિધ વર્તને વિચારતાં કોના ઉપર રાજી થવું અને કોના ઉપર રીસ કરવી ? આ વાતમાં કોઈ રસ્તો નીકળે તેમ નથી
જે પ્રાણી પોતાના કાર્યો પર કાબૂ રાખી શકતો હોય તો જુદી વાત છે, પણ પુરુષાર્થ કરનાર સિવાયને મોટા ભાગ પરાધીન હોય છે, કોઈને નચાવ્યો નાચનાર છે અને જન્મ પહેલા તેમ જ મરણ પછી અ ધકારના પડદા પછવાડે પડેલ છે.
આમાં પ્રશ સા કે નિદા કોની કરવી? આ વખતે વિચારણાને પરિણામે જે મનની સ્થિતિ થાય તેનું નામ ઉદાસીનતા. એ કમની રમત જુએ એટલે એ દારૂડિયાને ગટરમાં પડતા જોઈ નિદા ન કરે, કે સારી રીતે કપડા પહેલા આકૃતિવાનું ગૃહસ્થને જોઈ પ્રશ સા ન કરે એ કર્મના પરિણામ જાણે, જાણીને અનુભવે અને અનુભવીને મનમાં ખરી વાત સમજી જાય
આવો પ્રાણી માધ્યશ્યભાવ રાખી કોઈના ઉપર હોય કે કોઈની નિંદા કરતો નથી કે કેઈની પ્રશ સા કે સ્તુતિ કરતો નથી એ બને સ્થિતિને પોતાની ઈબ્દસાધનામાં વ્યાઘાત