________________
૪૭૦
શાંતસુધારસ
પ્રીતિ મળે છે, રર જામે છે અને આનદ થાય છે અથવા “રુણ એટલે પ્રેમભગ્ન, નિરાશાપ્રાપ્ત, આવાને પણ પ્રેમ સાપડે છે.
આવી રીતે સતાપને બદલે આરામ આપનાર અને રોગીને રુચિ ઉત્પન્ન કરનાર આ ઔદાસીન્ય છે એને બરાબર ઓળખી જવાશે ત્યારે આ વિવેચનમાં વિશક્તિ જરા પણ નહિ લાગે, ઊલટુ, એમાં અપક્તિ લાગશે એ આપણે જ્યારે એના સ્વરૂપમાં રમણ કરશુ ત્યારે સ્પષ્ટ થશે
અહી જે થાક–ખેદ અને રોગ-વ્યાધિની વાત કરી છે તેના વિવિધ પ્રકાર છે. સર્વ પ્રકારના થાકથી અહી આરામ મળે છે અને વ્યાધિ છતા સુરુચિ જાગે છે
અહી રાગ-દ્વેષના રોધની વાત કરી છે તે અશથી જ સમજવાની છે. સ પૂર્ણ રાધની દશા ગુણસ્થાનકમમાં આગળ આવે છે તેની અહી માત્ર ભાવના હોય છે, આ વાત ધ્યાનમાં રાખવી રાગદ્વૈપનો બની શકે તેટલો રોધ એ મુમુક્ષુઓએ કરવાનું છે એ ધ્યાનમાં રહે, પણ સ પૂર્ણ રોધ થયા વગર સાચી ઉદાસીનતા અપ્રાપ્ય છે એમ ધારવાનું નથી. આ સર્વ હકીકત નીચેનું સ્વરૂપ વાચતા સ્પષ્ટ થશે - a ૨. ઉદાસીનતા કેમ કરાય તેનો એક પ્રકાર ભવ્ય રીતે બનાવે છે કર્મસ્વરૂપ આપણે જાણીએ છીએ આથવભાવનામાં એના આવવાના માર્ગો આપણે જોઈ ગયા છીએ. એ સર્વ નવા કર્મોને અગે વાતો હતી, પણ જે કર્મો અગાઉ પ્રાણીઓ એકઠા કર્યા હોય તે તે ભેગવવા જ પડે.
कृतकर्मक्षयो नास्ति, कल्पकोटिशतैरपि ।
अवश्यमेव भोक्तन्य, कृत कर्म शुभाशुभम् ।। કરેલા કર્મને ક્ષય સેકડો વર્ષો જાય તો પણ થતો નથી એનાં – શુભ અશુભ કર્મોના સારા-ખરાબ ફળ અવશ્ય જ ભોગવવા પડે છે” એક નિર્જરાની વાત બાદ કરતા કર્મની વાત એવી છે કે એને ભગવે જ છૂટકે, એનાથી નાસી છૂટાય તેમ નથી અને નિર્જરાની વાત તો ઘણી પારિભાષિક અને વિશેષણવતી છે, જેને વિચાર નવમી ભાવનામાં કર્યો છે
કર્મથી પ્રાણી અનેક ગતિમાં જાય છે, ત્યા કર્મો એને ઇદ્રિય આપે છે, ત્યાં એને ઓછુ-વધતુ આયુષ્યકર્મ આપે છે, ત્યા એના શરીરનું બંધારણ, એની આકૃતિ, એના અગોપાંગ, એના રૂપ, વાણી, કીર્તિ, પ્રાપ્તિ, અપ્રાપ્તિ, તદુરસ્તી, વ્યાધિગ્રસ્તતા, સૌભાગ્ય આદિ નાની-મેટી અનેક બાબતો પૂર્વોપાર્જિત કર્મોના ચગે પ્રાપ્ત થાય છે
આથી લોકો જુદા જુદા સ્વરૂપના જોવામાં આવે છે. કોઈ મહેનત કરી થાકી જાય છતા અપયશ પામે છે, કેઈ વગર મહેનતે કે અલ્પ પ્રયાસે કીર્તિ વિસ્તારે છે, કઈ ભાષણ કરવા ઊભું થાય તો લોકોને ખસવું ગમતું નથી અને કેઈ બોલવા ઊઠે ત્યાં લોકો ચાલવા માટે