________________
માધ્યભાવના
૪૬૩ ૩ ૨, જેમાં થાકી ગયેલા પ્રાણીઓ આરામને મેળવે છે, જેને મેળવીને વ્યાધિગ્રસ્ત પ્રાણીઓ અથવા શરીરે વાંકા વળી ગયેલા પ્રાણીઓ પ્રેમરસને સ્વાદ કરે છે, જેમાં રાગદ્વેષ જેવા મહાઆકરા દુમનનો રાધ થવાથી એકદમ ઉદાસીનભાવ પ્રાપ્ત થાય છે એ (માધ્યચ્યભાવ) અમને બહુ ઇષ્ટ છે
૪ ૨. અદરના મર્મસ્થાનને ભેદી નાખનારા ભિન્ન ભિન્ન પ્રકારનાં કર્મોને લઈને આ લોકમાં પ્રાણીઓ ભિન્ન ભિન્ન સ્વરૂપના નાના પ્રકારના આવિર્ભાવને દેખાડનારા થાય છે તેમના પસંદ આવે તેવા અથવા ન પસંદ આવે તેવાં વર્તને જાણનારા સમજુ પ્રાણીઓ આમાં કોની પ્રશંસા કરે અને કોના ઉપર રોષ કરે ?
જ રૂ. ખુદ તીર્થેશ્વર શ્રી મહાવીરપરમાત્મા જેવા પણ પિતાના શિષ્ય જમાલિને અસત્યની પ્રરૂપણ કરતો અટકાવી શક્યા નહિ, તે પછી કોણ કોને કયા પાપથી અટકાવી શકે ? તેટલા માટે ઉદાસીનતાને જ આત્મહિતકર સમજવી
શ છે. શ્રીતીર્થ કરદેવ અસાધારણ શક્તિ-બળવાળા હોય છે, છતા તેઓ પણ શુ બળરીથી ધર્મ તરફ પ્રવૃત્તિ કરાવે છે? નથી કરાવતા. પણ તેઓ યથાસ્વરૂપ ધર્મને ઉપદેશ જરૂર આપે છે, જેને અમલ કરનારા પ્રાણીઓ દુસ્તર ભવસાગરને તરી જાય છે.
૪ , તેટલા માટે ઉદાસીનતા(માધ્યય્ય)રૂપ અમૃતના સારને સ તપુરુષે વાર વાર આસ્વાદે એના આનંદના વધારે વધારે ઊછળતા મોજા ઓ વડે મુક્તિનું સુખ પ્રાણી પ્રાપ્ત કરે છે