________________
કિરુણાભાવના
૪૪૯
ગાળનાર તમને માર્ગ બતાવે એ આ ધારામાં આટા મારવા બરાબર છે. બે-ચાર સારા શબ્દોમાં વાત કરનાર ઉપર મહાઈ પડશે નહી ખરે ત્યાગ અંદર જામ્યો છે કે નહિ એ તપાસ અને એ તપાસવામાં તમને સમય લાગે તો તેથી જરા પણ સકેચ પામશે નહિ.
આ યુગમાં એક બીજી પણ ઉપાધિ વધતી જાય છે. ધર્મને અલ્પ સ્થાન અપાતું જાય છે એ પ્રથમ ફરિયાદ છે, પણ તે ઉપરાંત જે પ્રાણી ત્યાગીઓએ કરેલા નિસ્વાર્થ નિર્ણ સમજવા, જેવા કે જાણવા પ્રયત્ન પણ કરતા નથી અને પાશ્ચાત્ય લેખકેના અભિપ્રાયને કેાઈ જાતની કટી વગર સ્વીકારી લેતા જાય છે તેઓ બેવડુ નુકસાન કરે છે આપણે અપૂર્વ વારસે નાશ પામતે જાય છે અને અવ્યવસ્થિત આદર્શોનુ નિરર્થક સમિશ્રણ થાય છે. ગુણ જરૂર પૂન્ય છે, વિશિષ્ટ શિક્ષાસૂત્ર સર્વથા માન્ય છે, એને દેશ કે કાળની અવધિ નથી, પણ વિચાર વગરનું સ્વીકરણ, પ્રાચીન તરફનો તિરસ્કાર, શાતિથી આદર્શ સમજવાની અસ્થિરતા અને અનુભવ–અભ્યાસ કે આવડત વગર અભિપ્રાય બાધી નાખવાની ઉતાવળને પરિણામે ઘણું નુકસાન થાય છે
પદ્યની આ ગાથામાં જે “કુમત” શબ્દ વાપર્યો છે તે આવા સર્વ અવ્યવસ્થિત વિચારોને અંગે છે. એનો ઉપયોગ ધર્મ અને વ્યવહારની સર્વ બાબતોમાં એકસરખી રીતે થાય તેમ છે. ટૂંકમાં વાત એ છે કે તમારે ઉપાધિઓનો પ્રતિકાર કરવો હોય તો પાણી વલોવવું છોડી દો અને દૂધનું મથન કરો. પાણી કર્યું અને દૂધ કયુ એ શોધવાની મુશ્કેલી જરૂર છે, પણ એને વટાવે જ છૂટકે છે એનાથી ગભરાઈ જઈને મદ થઈ બેસી જવાથી કાઈ વળે તેમ નથી. મન,પ્રસાદનું આ અનિવાર્ય પરિણામ પ્રયાસ કરીને સાધવા ચોગ્ય છે
પ. કરુણાના પ્રસગો દૂર કરવાનો એક સુ દર ઉપાય મનને અમુક પ્રકારનું વલણ આપવાનો છે. આ એક વિશિષ્ટ ઉપાય છે અન્ય ઉપાયો બાહ્ય સાધનોને અપેક્ષિત છે, પણ આ (વિવક્ષિત) ઉપાય મનને એવા પ્રકારનુ કરી દેવાને છે કે જેથી મનની લાનિ દૂર થાય. એ ઉપાય ખૂબ વિચારવા યોગ્ય છે. એમાં માનસવિદ્યાનો ઊંડો અભ્યાસ છે.
એનું મહાન સૂત્ર એ છે કે “મનના ઉપર જ્યાસુધી અકુશ રાખવામાં ન આવે અને તેને તદ્દન વશ કરવામાં ન આવે ત્યાસુધી તે અનેક પ્રકાગ્ના રાગ, સંતાપ, સદેહ, ભય વગેરે કરે છે. એ જ મન જે આત્મારામમાં રમણ કરનાર થાય અને શ કારહિત થઈ જાય તો તે સુખોને આપે છે”
બહુ સાદી, સીધી અને સમજાય તેવી વાત છે પણ પ્રવૃત્તિ વખતે એટલી સહેલી નથી પ્રાણીને સુખ-દુઃખ લાગે છે કે સ તાપ-ચિંતા થાય છે એ સર્વ મનનું કારણ છે. મનમાં એક વાતને મેટી માની લીધી એટલે એ વિચારપરંપરાને અવકાશ આપે છે. ખાસ કરીને પૂર્વવાસનાને લઈને મનને સ્વભાવ ઇદ્રિયના વિષયમાં વલખા મારવાનું હોય છે અને એ