________________
૪૪૮
શાંતસુધારસ સદગુરુમા મુખ્યત્વે કરીને ત્યાગ પ્રથમ તપાસો. એની સારગૃદ્ધિ વિચારવી. એના મને રાજ્યના ઉડ્ડયન કેટલે સુધી પહોચે છે તે બરાબર જેવુ. એનામાં નય ને પ્રમાણજ્ઞાનનું પૃથક્કરણ અને સંગ્રહણ કેટલું જામ્યુ છે તે તપાસવું સશુરુ ખરા ત્યાગી હોય, સામાન્ય જનપ્રવાહથી ખૂબ આગળ વધેલા હોય, ભૂતકાળના તેમ જ ભવિષ્યકાળના ઊંડાણમાં નજર પહોંચાડનાર હોય અને ગીતાર્થ હોય.
આવા સદગુરુ પાસેથી એક વચન પણ બરાબર લઠ્યપૂર્વક ઝીલ્યું હોય તો તે પરમાનંદ પ્રાપ્ત કરાવે છે એવા વ્યુત્પન્ન મહાપુરુષના પ્રત્યેક વચનમાં ઉલ્લાસ ભરેલો હોય છે. એને સાભળવાથી કાન પવિત્ર થાય છે, વિચારવાથી મનમાં આનંદ થાય છે અને તે પ્રમાણે વર્તવાથી કાર્યસિદ્ધિ થાય છે રોહિણિયા ચેરે અનિચ્છાએ પણ એક ભગવદ્વચન સાંભળ્યું હતુ તેથી એની સિદ્ધિ થઈ ગઈ એવા ગુરુને ગ થવો મુશ્કેલ છે, પણ શોધતાં મળવા શક્ય છે
જે કરુણામય પ્રસગો પરિચયમાં રજૂ ર્યા છે તે પ્રત્યેકનો અને સર્વને ઉપાય આવા સદ્દગુરુ બતાવે છે અથવા તેવા ગુરુ પાસેથી મળેલા જ્ઞાન દ્વારા પ્રાપ્ત થયેલ કૌશલ્યને પરિણામે સ્વય સ્કુરી આવે છે. એટલા માટે ગુરુની પસદગી કુશળતાથી કરવામાં આવે તો કરુણાભાવિત આત્માને શાંતિ થાય તેમ છે અને કરુણા પાત્રને પ્રાણ મળે તેમ છે. પરમાનદ પ્રાપ્ત કરવાને આ સ્પષ્ટ માર્ગ છે.
૪. તમે માગસ બ ધી સવાલો કેને પૂછે છે ? તમે તમારી પ્રેરણા ક્યાથી મેળવો છે? તમે સ સારમાં આસક્ત, સ્ત્રી–ધનની મૂચ્છમાં પડેલા, આડબરમાં મહિમા માનનારા, પૂર્વપુરુષની પુજી ઉપર વ્યાપાર કરનારા અને જીવનની સરખાઈ વગરના પ્રાણી પાસે માર્ગ પર પ્રકાશ પાડવાની આશા રાખે છે ? એમની આ અવ્યવસ્થિત અભિપ્રાયરૂપ અધકારથી મી ચાઈ ગયેલી હોય છે ત્યાથી પ્રકાશની આશા રાખવી એ તો પાણીથી ભરેલી ગોળીને રવૈયાથી વલોવીને તેમાથી માખણ કાઢવા જેવો પ્રયાસ છે. પાણી વલોવવાથી કદી માખણ નીકળ્યું જાયું છે ?
અત્યારે તરફ નજર કરે. ધર્માધ્યક્ષસ્થાને બેઠેલામાં તમે સસાર જુઓ છે કે સસારથી કેઈ ઉપરિતની ભૂમિકા જુઓ છો ? જ્યા ઘેડાની શરતો કે સ્ત્રીઓના નાચર ગે હોય, જ્યા ધનની મસ્તી અને સ્થાન–મહત્તાની જ પૂજા હોય ત્યાથી તમે માર્ગદર્શનની આશા રાખે એ અશક્યમાથી શક્યની ઈછા કરવા જેવું છેઆ સર્વ ભ્રમ છે અને કઈ પ્રકારનું ઈષ્ટ પરિણામ આણવાની અશક્યતા દર્શાવનાર પ્રદેશ છે.
પ્રેરણા માટે તમે પાણી વલોવવાની વાત છેડી દે. વેળ પીલવાથી તેલ નહિ નીકળે. પ્રેરણું જેનામાં હોય તે જ પ્રેરણા આપી શકશે.-આદર્શ વગરતુ, સાધ્ય વગરનું જીવન