________________
શાંતસુધારસ
થાય છે, બાકી ખરી પૂજન-ખરું ભજન તો એમનાં બતાવેલ અહિ સા, સજમ અને તપના માર્ગે પ્રવૃત્તિ કરવામાં છે. “શ્રી જિનપૂજા રે તે નિજ પૂજના રે એટલે તીર્થ કરની પૂજા એ વસ્તૃત પિતાની જ પૂજા છે. બાહ્ય ઉપચાર નિમિત્તકારણ તરીકે ઉપકારક ભાગ ભજવે, પણ
છેવટે જોતા એ સાધન છે. ખરેખરી પૂજા તો એમના બતાવેલા માર્ગે ચાલી, રાગદ્વેષ પર વિજય મેળવી, મેહને હણી નાખી, આત્મપ્રગતિ સાધવી એ છે. તીર્થ કર આદર્શ પૂરા પાડે છે, બાકી એ કઈ રીતે મોક્ષ આપી શકતા નથી કે મોક્ષને નજીક પણ લઈ આવતા નથી, પર તું એમણે બતાવેલા ત્યાગના બાહ્ય માર્ગોનું અને મનોવિકારના વિજયના અ દરના માર્ગોનું અનુસરણ એ ખરુ પૂજન છે. ભજન-પૂજનની પાછળ રહેલે ખરે આશય પણ આ જ છે.
તમને સંસારમાં કરુણા ઉત્પન્ન કરે તેવા પ્રસંગો દેખાયા હોય તે ત્યાં ઉપાયની જરૂરિયાત લાગે ત્યા ભગવતને માર્ગે ચાલી તેમનુ ભજન કરો, કરા, દુખથી પીડાતાને ઉપદેશ અને રક્ષણ કરનાર નિષ્કારણ દયાસાગરનું શરણ સ્વીકારે
૨. પરિચયમાં અનેક કરુણાના પ્રસંગે વિચાર્યા. એનો એક એક પ્રસંગ ઊંડાણથી વિચારતા મન ચક્કર ખાઈ જાય તેવું છે. આ સર્વ બાજીને ખ્યાલ રમનારને આવતું નથી, પણ અવલોકન કરનાર તો આખી રમતનુ વેવલાપણુ જોઈ શકે છે આવા કરુણાના પ્રસંગોમાં પડેલાને તેમાથી બચવા સારુ નીચેની વાત કહે છે
ભાઈ! અમને તારી સ્થિતિ જોતા બહુ ખેદ થાય છે. તુ આમ સાધ્યના ધારણ વગર રખડ્યા કરે છે તેને બદલે જરા થોડા વખત તારા મનને સ્થિર કર, જરા એને જ્યા ત્યા ભટકતુ અટકાવ તને જે દુખે દેખાય છે અથવા થાય છે તે સર્વ મનની અસ્થિરતાને કારણે છે. મનની સ્થિરતા થશે એટલે ખાવાપીવાની અભિલાષાથી માંડીને ઈદ્રિયાની અભિલાષાઓ સુધીથી થતા દુ ખાનું નિવારણ થઈ જશે, વૈભવની અસ્થિરતા ભવાભ્યાસથી-અનાદિ વાસનાથી થઈ છે તે દૂર થઈ જશે અને સ્પર્ધા, ફોધ કે યુદ્ધ અથવા લેભના પ્રસ ગોનુ રહસ્ય સમજાઈ જશે અને આખી દુનિયાને કેયડો ઉકેલાતો જણાશે કરુણાના પ્રસંગો ઓછી કરવાનું અને છેવટે દૂર કરવાનું આ રીતે ચિત્ત-સ્થિરતાથી બનશે
આવી ચિત્તની સ્થિરતા લાબે વખત થાય તે તો ઘણું ઘણું અનુભવાશે, નહિ જણાયેલાં સત્યે સાંપડશે; પણ એમ લાબે વખત ન બને તો થોડી થોડી વાર પણ ચિત્તસ્થિરતાનો અનુભવ કરી જુએ અને એનો લાભ તપાસે
ત્યારે એવી સ્થિરતા કરે ત્યારે જિનાગમના ચક્ષુએ વિચાર કરજો કરુણાના પ્રસંગો જોવા માટે ચ ચક્ષુની જરૂર છે. એ વગર તમે જ્યા ત્યાં અથડાઈ પડશે. તપ અને ત્યાગના થદ્ધ ધોરણ પર રચાયેલ એ આગમે તમને અવલોકન કરવા માટે સાચાં દૃષ્ટિબિંદુઓ પૂરી પાડશે.
ઉપરના જેટલી જ અગત્યની બાબત વિકારમય વિચારવાતાવરણને દૂર કરવાની છે અવ્યવસ્થિત રીતે બતાવેલી માર્ગશ્રેણીઓ વિકારમય હોય છે, એમાં પરસ્પર વિરોધ હોય