________________
કરુણભાવના
૪૪૩
એટલા મિશ્ર વાકય ખાતર ભગવાન મહાવીરના જીવને લગભગ એક કરોડને એક કરોડે ગુણીએ તેની જે સ ખ્યા આવે તેટલા સાગરોપમ સુધી સ’સાર-પરિભ્રમણ કરવુ પડ્યુ આ વાતમા અતિશયેક્તિ નથી. ઉપદેશક કે જવાબદારના સ્થાનની મહત્તાનુ એમા ચિત્ર છે. આવા ભણેલા-ગણેલા માણસેા પાછા પડી જઈ સસારમા રખડી પડે એ દુખના વિષય છે.
૬ ૬. એક વધારે કરુણાનુ ચિત્ર કહી પછી મુદ્દા પર આવી જઈએ કેટલાક પ્રાણીઓ એના પેાતાના હિતનેા ઉપદેશ સાંભળતા નથી. એને સદ્દન, સદ્ગુણા અને ઉચ્ચગ્રાહની શિક્ષા આપવામાં આવે તેા તે સાંભળવાની એને ફુરસદ હાતી નથી એવા પ્રાણીઓ હિતની વાતને નિર્માલ્ય, જરીપુરાણા જમાનાના અવશેષ અને સડેલા મગજના ખકવાદો ગણે છે અને મેાજમામાં ગુલતાન ખની રહે છે. કેટલાએક પ્રાણીઓને ધ‘હુ ખગ' લાગે છે. જાણે ધર્મ ભૂલભૂલમા પણ પેાતાને લાગી ન જાય એવા ભયમા એ રહ્યા કરે છે અને ધર્મ પરાçમુખ રહેવામા સમજણની મર્યાદા માને છે. એને વિકાસક્રમમા ધર્મનુ સ્થાન શુ છે તે વિચારવાને અવકાશ નથી. એ ધર્મના વાડા-ઝગડા અને ખાહ્ય દેખાવા તરફ દૃષ્ટિ રાખી, ધર્મથી હિંદને કે અન્ય દેશેાને કેટલેા ગેરલાભ થયેા છે એની વાતા કરે છે, પણ ખરા ધર્મ એ શી વસ્તુ છે અને થતી ભૂલે સુધારવી શકય છે તેને અને કાઈ પણ સચેાગેામા સસ્કૃતિને અમૂલ્ય વારસે ગુમાવવા ચાન્ય નથી એના એને યાલ પણ આવતા નથી
કેટલાકને તે કોઈ જાતના રચનાત્મક વિચાર વગર જ માત્ર સ્વછંદ વર્તન ખાતર ધર્મનું નામ જ ગમતુ નથી.
આવા નીતિથી દૂર ભાગનારા અને ધર્મના વિચારથી પણ વચિત રહેતા પ્રાણીઓના સ સારવ્યાધિએ કઈ રીતે મટાડવા ભાવિતાત્માને વિચાર થાય છે કે નીતિના સ્પષ્ટ ખ્યાલ વગરના અને સાધ્ય વગરના જીવનમાં રસ લઈ રહેલા પ્રાણીઓનુ શુ થશે ? એ બિચારા કથા ખેચાઇ જશે ? અને એમના પરિભ્રમણના છેડા કઈ રીતે આવશે ?
આવી રીતે આખા સસારમા દોડાદોડી, ગ્લાનિ, ઉપાધિ, ભય, ત્રાસ, અથડાઅથડી, મારામારી જોનાર અવલેન કરીને જુએ છે ત્યારે એના હૃદયમા ભૂતયા જામે છે. એને ખાહ્ય કે અતર નજરે સસારમા ખેાટા દેખાવા અને માહુરાજાનુ સામ્રાજ્ય દેખાય છે એને રાગ-દ્વેષના આવિર્ભાવા ચાતરફ ફેલાતા દેખાય છે અને પરવશ પડેલા પ્રાણીના હૃદયને આદ્ર કરે તેવી પરિસ્થિતિ એનામા મહાદયાભાવ વિસ્તારે છે.
પછી એ આ દુનિયાના ૬ ખેા વિચારી, લમણે હાથ દઈ બેસી રહેતા નથી કે આશા વગરનેા અસાધ્ય કેસ ગણી વાતને મૂકી દેતા નથી. એ આ સર્વ વ્યાધિ, ઉપાધિએ ને ગૂ ચવણેાના વિચાર કરે છે અને તેમાંથી તેને બહાર કાઢવાના ઉપાયા શેાધે છે.