________________
૪૪૨
શાંતસુધારસ
આપ્યો એટલે પછી અ દર ને અંદર ઊતરવાનું જ થાય છે. ડુંગર ચઢવું દેહ્યલું છે, ઊતરતા વાર લાગતી નથી. આ પ્રસ ગો વિચારવા લાગ્યા છે.
શુ આ જીવનને ઉદ્દેશ નીચે ઊતરવાને છે? અહીં આવીને કાઈ કમાઈ જવું છે કે હોય તે પૂજી પણ ગુમાવવી છે? આ પ્રપાત અને વધારે પ્રપાતને વિચાર કરતાં બેદ થાય તેમ છે.
૨ . કરુણાના પ્રસંગોને ક્યા પાર આવે તેમ છે? બુદ્ધિશક્તિ પ્રાપ્ત થઈ હોય તો પ્રાણી કલ્પનાઓ લગાવે છે. એને પરભવ સમજાતો નથી, આત્મા છે કે નહિ એની ખાતરી થતી નથી, મેક્ષની વાત એને સમજાતી પણ નથી અને પછી મતિકલ્પનામાં આવે તેવા ખુલાસા હાકે રાખે છે. એને વૈભવ અને ગરીબાઈ કેવળ અકસ્માતનાં પરિણામ લાગે છે, એને શુભઅશુભ વર્તનના લાભે અહી થી આગળ જતા દેખાતા નથી અને એને આખા વિશ્વનો કોયડો ઉકેલવામાં અવ્યવસ્થા અને અન્યાય સિવાય કાઈ બીજુ દેખાતું નથી એને નાસ્તિકવાદ કે જડવાદમાં કાંઈ વિચિત્રતા ભાસતી નથી. એ તે સંસારમાં ખાઓ, પીઓ અને આનદ કરે એમાં જ સાર્થકતા સમજે છે અને તેનું આખું જીવન સાધ્ય કે હેતુ વગરનું બની જાય છે
અહીં જડવાદમાં ક્યા ભૂલ થાય છે અને તેમની માન્યતા કેટલી અવ્યવસ્થિત છે એ ચર્ચામાં ઊતરવાનુ નથી વાત એ છે કે, જડવાદના વમળમાં પડી જઈ પ્રાણી પિતાને આ વિકાસ અટકાવી દે છે આખી સ સારરચનામાં કાર્ય કરી રહેલા નિયમોનું તેને કશું ભાન હેતુ નથી અને કઈ સતષકારક વિવરણ કરે તે તેને સમજવું નથી. પછી એ પિતાના નાના મગજમાથી વિચિત્ર કલ્પનાઓ કાઢે છે અને એ રીતે પિતાને સાધેલો વિકાસ પણ ગુમાવી બેસે છે.
આવા પ્રાણીઓ પછી રાગ, દ્વેષ અથવા વિકારના અવ્યવસ્થિત ધોરણે રજૂ કરે છે. જ્યા નજર ન પહોંચે ત્યા “અજ્ઞાત અને અયનું તત્ત્વ મૂકે છે અને અંધપર પરા ચલાવે છે કઈ વાત સમજવી નહિ અને સહાનુભૂતિથી કોઈને વિચારોને સાંભળવા નહિ, અભ્યાસ કે પરિશીલનને નિર્બળતા માનવી એ અલ્પજ્ઞાનના પ્રચડ આવિર્ભાવ છે ,
આવી રીતે પ્રમાદ(અજ્ઞાન)ના ભાગ થઈ પ્રાણીઓ ક્યાના કયા ફેકાઈ જાય છે ? કેઈ નિગોદમા, કેઈ નરકમાં, કોઈ તિર્ય ચમાં રખડી પડે છે અને જે બુદ્ધિશક્તિ એને મદદગાર થવી જોઈએ તે ન થતા તેના દુરુપયોગથી એ નીચે ઊતરી જાય છે. પછી તો એને અશુભ ગતિમા મૂગે મોઢે અનેક દુ ખ ખમવા પડે છે.
આમાં દુખનો વિષય એ છે કે પ્રાણ બુદ્ધિનો ઉપયોગ પ્રગતિ માટે કરવાને બદલે ઊલટો પાછા પડવામાં કરે છે જવાબદારીને સ્થાને હોય તેના એક ઉસૂત્ર વાક્યમાં અને તે સસાર વધી જાય છે. મરીચિના ભવમા “અહી પણ ધર્મ છે અને ત્યા પણ ધર્મ છે,”