________________
કરુણાભાવના
૪૪૧ ચારે તરફ મનોવિકારના કાળા વાદળો દેખાય ત્યા અમે તે શું કરીએ અને શું બેલીએ ? કેવા મોટા ઉપાય બતાવીએ અને કેવો ઉપદેશ આપીએ? જાણે આખી દુનિયા મેહની મદિરા પીને ઘેલી થઈ ગાડાની માફક ઠેકાણા વગરના વર્તન કરી રહી હોય એમ દેખાય છે લેખકમહાત્મા કહે છે કે– અમને ઘણો વિચાર થાય છે અને દુનિયાની આ વિચિત્ર ચર્યા જોઈ એના ગાંડપણને અગે ત્રાસ થાય છે. તમે આ ત્રાસે સમજે અને એમાં રસ લઈ ઝૂકી પડ્યા છે તેને બદલે એ ત્રાસ છે એટલું સમજે - કરુણાભાવનાવાળો વિચારો કરી વધારે વધારે અવલોકન કરતો જાય છે એમ એને વિશેષ કરુણાના પ્રસંગો સાપડે છે. એ દુનિયામાં પીડા, ઉદ્વેગ, ગૂ ચવણ, ખોટી હોંસાતુ સી અને દુખ, દારિદ્રય, દભ, દમન અને ઝગડાઓ જ દેખે છે, એને શું કરવું અને શું બોલવું તેને માટે પણ એને વિચાર થઈ પડે છે. ભૂતદયાભાવિત આત્માને આ અવલોકનને અગે ખૂબ કરુણું પ્રગટે છે અને તે અહનિશ વધતી જાય છે એ ચારે તરફ અસ્થિરતા અને વ્યાકુળતા જોઈ દુનિયાની ટૂંકી નજર માટે મનમાં દ્રવે છે, ગૂચવાય છે અને આ તરથી માનસિક દુ ખ વેદે છે. જ્યાં જુઓ ત્યા એને કરુણાના પ્રસંગો દેખાય છે
ઘ છે. ભાવિતામાં વધારે અવલોકન કરે છે. ત્યાં એ શું જુએ છે? – પ્રાણી પિતાને હાથે ખાડો છેદે છે અને એ ખાડામાં પોતે જ પડે છે એવો પડે છે કે એમાથી બહાર નીકળવાની વાત તો બાજુ ઉપર રહી, પણ એ ખાડામાં પોતે વધારે વધારે ઊંડો ઊતરતો જાય છે.
આ વાત ખરી છે, ખરી છે એટલું જ નહિ, પણ તેમા મહાતય્યાશ રહેલ છે આવો મનુષ્યભવ મળ્યા પછી પ્રાણી 'કામ-ક્રોધાદિને વશ થાય, અભિમાનમાં આનદ માને, દ ભ, કપટ-રચના–જાળમાં રસ લે, લોભની દોડાદોડીમાં પડી જાય, શોકથી વિફળ બને, રમતગમત, હાસ્ય, ઠઠ્ઠ–મશ્કરીમાં સ્વતેજ ગુમાવે કે બીજા અનેક પ્રકારના મનોવિકારેને તાબે થઈ સસારમાં રપ રહે, ખાવાપીવામાં જીવનની સાર્થકતા માને કે મોટાઈમાં તણાઈ લાબો કે થઈ જાય એ સર્વ શું છે? એ સર્વ કેની પ્રેરણાથી થાય છે ? એનું પરિણામ શું આવે? એ મોહરાયના વિલાસમા મજા કલ્પવી એ ખાડો ખોદવાનું જ કાર્ય છે
મોહના વિલાસે એવા છે કે એને એક વાર અવકાશ આપ્યા પછી એ અટકે નહિ. એ તે ચાલ્યા તે ચાલ્યા. શ્રીગ કે ઇન્દ્રિયના અન્ય વિષય કે કષાયની એક પરિણતિ લઈ વિચાર કરશે તે પતનની વ્યાપકતા, સરળતા અને નિર્ગમનની વિષમતા સમજાઈ જશે
સામાન્ય પ્રાણી એક વાર પરસ્ત્રીસેવનના રસ્તે ઊતર્યો એટલે એ તો પછી તેમા ઊતરતો જ જશે “જલકા ડ્રખ્યા નીકસે, જે કછુ તારુ હોય, જે કોઈ ડૂખ્યા ઈશ્કમે, નીકસ્યા સુન્યા ન કાય” આ જાણીતી વાત છે ખાડામાં પડ્યા તે નીચે નીચે પડતા જ જાય છે. ધનપ્રાપ્તિમાં પણ લાખ મળે ત્યારે દશ લાખની ઈચ્છા થાય છે. એક વાર કઈ પણ મનેવિકારને માગ ૫૬