________________
શાંતસુધારસ
કેટલાક તે અન્યની સાથે સ્પર્ધા કરવામા જ વ્યગ્ર રહ્યા કરે છે. એને બીજાની નજરમાં પિતાના હરીફ કરતા સારા દેખાવું છે. અદર વસ્તુ કે આવડત છે કે નહિ એનું એને કામ નથી. એને તો માત્ર હરીફાઈ કરવી છે જ્ઞાતિઓના પટેલ, શેઠિયાઓ અને વ્યાપારીએની અંદર અદરની સ્પર્ધા જોઈ હોય તે વ્યાકુળતાનો ખરો ખ્યાલ આવે. જ્ઞાતિમાં કઈ સાર થયો હોય તો તેને કેમ બેસાડી દે અથવા કાઈ નહિ તે તેની બેટી વાત કરવી એ જીવનમત્ર નાના શહેરો અને ગામડામાં ખાસ જોવામાં આવશે.
સ્પર્ધા કરતા પણ મત્સર વધારે આકરા હોય છે. પરને ઉત્કર્ષ સહન ન થાય એટલે કોધથી બળી જાય છે અને પછી વાત કરે તે થોડીક વાત સહજ સમજાય તેવી અને બાકીની દલીલમાં છે જેને પૃથે - જ્યા અટકે ત્યાં ક્રોધ કરીને દલીલો પૂરી પાડવી. આ માત્સર્યથી વ્યાકુળતા હદ બહારની થાય છે.
પૈસા, સ્ત્રી, ગેધન, વાડી, ખેતર અથવા ગામગરાસને અને પ્રાણીઓ મોટા જંગ માડી બેસે છે ધનની ખરી લડાઈઓ તો કોરમા જેવા જેવી થાય છે. સ્ત્રીની ખાતર ખૂને થાય છે અને ફાસીને લાકડે લટકવુ પડે છે. જમીન, ઘર, વાડી, બગીચા, ગામ-ગરાસના કજિયામાં પ્રાણ ખુવાર થઈ જાય છે અસલના વખતમાં મોરચા મડાતા હતા અને લોહીની નદીઓ ચાલતી હતી, ત્યારે અત્યારે કેરટ, પોલિસ અને વકીલની સહાય લઈ યુદ્ધની ઈચ્છા પૂરી કરવામાં આવે છે જર, જમીન અને જેરુના કલહોના સ બ ધમાં અગાઉ ખૂબ વિવેચને થયા છેઅહીં વિચારવાની વાત એ છે કે એવા ઝગડામાં પડે એને અંદરની માનસિક અસ્થિરતા એટલી બધી થાય છે કે એ નિરાતે જ પી શકતો નથી અને પાટિયા ગોઠવવામાં અને પુરાવા તૈયાર કરવામાં વ્યાકુળતાનો પાર રહેતો નથી. આવા ઝગડામાં પડેલાને મન પ્રસાદ શુ થાય? એને આત્મારામ સાથે વાતો કરવાનો વખત પણ ક્યારે આવે ?
લોભને વશ પડેલા પ્રાણીઓનો અવતાર તો ખરેખર શ્વાન જેવો થઈ જાય છે અહી થી પૈસા મેળવુ કે ત્યા માથુ મારુ કે આમ કરી નાખુ કે તેમ કરી નાખું–આવા આવા વિચારો તેને આવ્યા જ કરે છે. પછી એ દૂર દેશમાં જાય છે, સટ્ટા ખેલે છે, જુગાર રમે છે, અપમાન સહે છે અને ન કરવાના અનેક કૃત્ય કરે છે. એના જીવનમાં શાંતિ, ધૈર્ય કે નિરાતને સ્થાન નથી આપત્તિ આવે ત્યારે તે જરા પાછે પડે છે પણ હાર્યો જુગારી બમણું રમે તેમ એ પડતો જાય છે, ઊઠતો જાય છે અને સાત ડગલા આગળ ભરે તે પાચ ડગલા પાછા પડે છે આમ ધક્કલે ચડેલા એની વ્યાકુળતાને પાર રહેતા નથી
સ્પર્ધા, મત્સર, કોધ અને લોભના આ તો ડાં ચિત્ર બતાવ્યાં છે, પણ એ પ્રત્યેકમાં એને આપત્તિ, અથડામણ અને રખડપાટો જ મળે છે, છતાં દુનિયા અત્યારે જાણે વ્યાકુળતાને વાયરે ચઢી ગઈ હોય એમ દેખાય છે,