________________
કરણાભાઈની
૪૭
સગો કરવા, કેટલી ચટણી બનાવવી, રસોઈ કેવી બનાવવી, ઠામ-વાસણ ક્યાથી લાવવા વગેરે અનેક પ્રકારની ભોજનને લગતી ગોઠવણો કરવાની હોય છે જેને હોય છે એ કદી પણ ધરાતો નથી અને ન હોય તે તે ધરાય જ શેનો? ઓછુ હોય તેને “નટરવદર ટુપુરેદ્ય, પતિ વિનામુ–આ પેટરૂપ ખાડે કદી પુરાતો નથી અને વિડળના કર્યા કરે છે જેને બહુ હોય તેને અપચે, બધકોશ અને અતિસારની ગૂ ચવણ થયા કરે છેવાત એ છે કે, એક અથવા બીજા આકારમાં પ્રાણી ખાવાની બાબતમાં ઘડભાજ કર્યા જ કરે છે અને તેને માટે વિફળ રહ્યા કરે છે. એટલી જ ગૂંચવણ “પાન” ની આવે છે. પાન એટલે પીણુ ઉનાળામાં ઠંડા પાણી રાખવા, શિયાળામાં સહેજ ગરમ રાખવું અને નવા યુગમાં ફલબેમા મદિરા વગેરે અનેક પ્રકારનાં પીણાંની અનેક વિવિધતાઓ ચાલ્યા જ કરે છે. આમાં ભાગ, દુધિયુ, દૂધ, સેડાલેમન વગેરે ઠંડા પીણાંને સમાવેશ થઈ જાય છે. સર્વથી પ્રથમ ખાવાપીવાની વસ્તુઓની વાંછાથી ચિત્તમાં ઉદ્વેગ થાય છે. આ સ્થિતિમાંથી સન્યાસી સાધુઓ પણ ભાગ્યે જ મુક્ત રહે છે. મુક્ત હોય તે જરૂર વાદ્ય છે.
પછી કપડાની ખટપટ, તે ખરીદવાની વ્યગ્રતા અને ફેશનની તપાસણમા વ્યગ્રતા ખૂબ થાય છે. સ્ત્રીઓને તો આ વ્યગ્રતાને પાર નથી. બ્લાઉઝના આકાર, ઑડિસના પ્રકાર અને પીન લગાવવાની પીડામાં તથા બાલની ટાપટીપમાં વ્યગ્રતાને પાર નથી આમાં ન હોય તેને અને હોય તેને પણ અગવડો અને ચિત્તની અસ્થિરતા કેટલી થાય છે તે અવલોકન કરવા જેવું છે.
ત્યારપછી ઘરનું ઘર કરવું – તેના પ્લા (નકશાઓ) તૈયાર કરાવવા અને ચણતરની સેકડો સામગ્રીઓ તથા કડિયા-સુતાર સાથેની માથાકૂટ અને ઘર બંધાવ્યા પછી પણ તેનાં ૨ગ, શોભા અને બગીચાની બાબતો તથા ગૃહપસ્કરની ખરીદી અને ગોઠવણ ઇત્યાદિ– અનેક પ્રકારની વ્યગ્રતા ઉત્પન્ન કરે છે.
ત્યારપછી એનું મન ઘરેણા ઘડાવવા–તૈયાર કરવા તરફ જાય છે. ઝવેરાત અને સેનારૂપાના દાગીના મનુષ્યનો સમય રોકે છે અને છતા સાપડેલ ચીજની કિ મત બહુ થોડા દિવસ જ ટકે છે એ જાણતી વાત છે. આ સર્વ બાબતો પ્રાણીને આખો વખત ઊભે ને ઊભો જ રાખે છે એને ઊઘમાં પણ શાતિ મળતી નથી.
આ ઉપરાત પરણવાની ખટપટ ઓછી નથી. નવયુગમાં તે વળી તે નવા આકારો ધારણ કરતી જાય છે. ઊગતી વય, પૂર્વપશ્ચિમની ભાવનાનું સ ઘર્ષણ અને આખી વિવાહપદ્ધતિને નવયુગ સાથે એકરૂપ થતાં બહુ સમય લાગે તેમ જણાય છે. પોતાના કે પિતાનાં જે હોય તેના લગ્નનો પ્રશ્ન ચિત્તને ખૂબ વ્યગ્ર કરે છે પરણેલાને સુખ નથી અને વાઢા (કુવારા)ના માનસિક દુ નો પણ પાર નથી.
લગ્ન પછી છોકરાં થાય એટલે એને ઉછેરવાની, કેળવવાની, વ્યવહારમાં જોડવાની ખટપટ રહ્યા જ કરે છે. આને લીધે ચિત્તની સ્થિરતા પ્રાપ્ત થતી નથી.