________________
૪ર૭
પ્રમેહભાવને અંત કરણથી તેની પ્રશંસા કરતા હોય, અનુમોદના કરતા હોય અને કરાવતા હોય તેવા પુરુષની જ કીતિ જગતમાં જાગૃત રહે છે, ફેલાય છે, વિસ્તાર પામે છે, માટે ગુણના ઈચ્છક જનોએ પોતાનામાં અ૫ ગુણ હોય કે વિશેષ ગુણ હોય, પણ તે તરફ દષ્ટિ નહિ કરતા અન્ય મનુષ્યમાં રહેલાં દાન, શીલ, સ તોષ, પરોપકાર, દયાળુતા, નિરભિમાનપણુ, સરલતા, પ્રામાણિકતા, સત્યવાદીપણું, લોકપ્રિયતા, વિનય, વૈરાગ્ય અને ક્ષમા વગેરે ગુણોને થોડા કે વધતા પ્રમાણમાં જોઈ હર્ષિત થવુ, તેની પ્રશંસા કરવી, તેની ખ્યાતિ થતી જોઈને રાજી થવું અને તેનામાં તે તે ગુણ બન્યા રહે, વૃદ્ધિ પામે અને વિશેષ પ્રશસનીય થાય તેવી જિજ્ઞાસા રાખવી. આ પ્રમાણેના વર્તનથી વાસ્તવિક રીતે કહીએ તો તેવા ગુણરાગી પ્રાણીની પિતાની જ કીર્તિ થાય છે, મનુષ્યમાત્ર તેને વખાણે છે. આવી સહનશીલતા રાખવી-રહેવી જેવી મુશ્કેલ છે તેવી જ જરૂર છે.
“કર્તા મહાપુરુષ પ્રાતે એવી ઉપયુક્ત શિક્ષા આપે છે કે-હે ભવ્ય પ્રાણીઓ! જ્યાં જ્યા ગુણ દેખે ત્યા ત્યા તે ગુણ અલ્પ પ્રમાણમાં હોય કે વિશેષ પ્રમાણમાં હોય, પણ તેની ઉપર રાગ કરે. ગુણ–ગુણી અભિન્ન હોવાથી ગુણી ઉપર રાગ કરવો તે જ ગુણ ઉપર રાગ કર્યા બરાબર છે, અને તેમ કરવાથી જ તે ગુણ પોતાનામાં ન હોય તે પ્રગટે છે અને હોય તે વૃદ્ધિ પામે છેઆટલાથી જ બસ ન કરતા, કર્તા કહે છે કે ગુણી ઉપર રાગ કરવાની સાથે નિર્ગુણી કે દુર્ગણી ઉપર દ્વેષ ન કરશે મનમાં એમ માની ન લેશે કે ગુણી ઉપરે રાગ કરવો એટણે નિર્ગુણી ઉપર દ્વેષ કરવાનુ તે અર્થપત્તિથી સિદ્ધ થઈ ગયું. તમારે તે નિર્ગુણી કે દુર્ગુણી ઉપર ઠેષ ન કરતા સમચિત્તવાળા રહેવુ, સમભાવ રાખો, ક્રોધ ન કરો, તેનામાં પડેલા દુર્ગણ કેમ નાશ પામે તેનું ચિંતવન કરવું, તેવો પ્રયત્ન કરો, તે માણસ માને તેમ હોય તે તેને તેવા પ્રકારની હિતશિક્ષા આપવી. આપણાથી ન માને તો જેનાથી માને તેમ હોય તેની પાસે હિતશિક્ષા અપાવવી. તેની ઉપેક્ષા પણ ન કરવી. પ્રાતે કેઈ પ્રયત્ન પણ જે તે માને નહિ, દુર્ગણ છોડે નહિ, ઊલટે શ્રેષ વહન કરે તો પછી ઉત્તમ જેનેએ ભવસ્થિતિનું, સ સારમાં વર્તતા અનેક પ્રકારના છના કર્માયત્ત વર્તનનુ, પ્રાણીમાત્ર કમને વશ છે અને તે નચાવે તેમ નાચે છે એવી સ્થિતિનું ચિતવન કરવું, પણ હૃદયમાં તેના ઉપર કષ ન લાવ, ખેદયુક્ત ન થવુ, સમભાવ જ રાખ એવા દુર્ગુણી પ્રાણી પણ, તેની ભવસ્થિતિ ઘટશે ત્યારે, સસાર અલ્પ રહેશે ત્યારે, જરૂર ગુણી થશે, સર્વ માન્ય થશે, પૂજ્ય થશે અને અનેક જીવોનું હિત કરી પિતાના આત્મસ્વરૂપને પ્રગટ કરશે એમ વિચારવુ. ઉત્તમ જનેની વૃત્તિ નિર તર આવી જ વસે છે
(“અઢારપાપમ્યાનકસઝાય, અર્થરહસ્ય”) આ ટાંચણ લબાણથી મૂકવાનું કારણ છે એમાં પ્રમોદભાવનાનું ક્ષેત્ર બહુ સુંદર રીતે સ્પષ્ટ કર્યું છે. એમાં મધ્યસ્થભાવનાનો ભાવ લાવી છેલ્લી યાગભાવનાને જરા આકાર આપે છે, પણ તે પ્રસ્તુત હાઈ પ્રાસંગિક છે. વાત એમ છે, કે ગુણવાન પ્રાણી ગુણ જુએ