________________
પ્રમોદભાવના
૪રપ
૮. આવી રીતે અન્ય પ્રાણીઓમાં, અન્ય પ્રાણીઓ પિકીને મહાપુરુષમાં જે જે ઉચ્ચ ગુણે જડી આવે, મળી આવે, પ્રાપ્ત થાય તેનું મનમાં રટણ કરી આ જીવનને સફળ કરવુ. આ મનુષ્યભવ શા માટે મળે છે? કાઈ ખાવા-પીવા કે પિસા એકઠા કરવાને એને ઉદ્દેશ ન જ હોય. પિસાવાળાને કઈ પ્રકારનું અંતરનું સુખ હોય એવી માન્યતા વસ્તુસ્વરૂપનું જ્ઞાન સૂચવે છે. અહી તો ગુણને એકઠા કરી, સ ગ્રહી, સ્વાયત્ત કરી, વિકાસમાં પ્રગતિ કરવાનું કર્તવ્ય છે એ કાર્યના ગુણને ઓળખી તેનું બહુમાન કરવું અને તે દ્વારા ગુણના વાતાવરણમાં પડી જઈ વિકાસની સપાટી ઊંચી લઈ જવાની છે
આપણે આ જીવનની શરૂઆતમાં અમુક વિકાસની સપાટી પર હોઈએ છીએ એની સપાટી ઊચી લઈ ગયા કે નીચે ઉતારી ગયા કે હતી તેની તે જ સપાટી રાખી રહ્યા–એ પ્રશ્નના નિર્ણય ઉપર જીવનની સફળતાની ગણતરી થાય છે આ ભવ સફળ કરવાનો વિશાળ માર્ગ પરગુણનું પરિભાવન છે અને પરગુણનું પરિભાવન એ જ પ્રમોદભાવના છે
એટલા માટે કેટલાક ગુણના ભડાર જેવા મહારને હોય છે, જેમનામાં ગુણો સારી રીતે સ્થિત થઈ ગયેલા હોય છે, ગુણે જામી ગયેલા હોય છે, ગુણો ઘર કરી રહેલા હોય છે, તેવાઓના ગુણનું ગાન કર એ ગુણની પ્રશ સા ભક્તિભાવે, પૂર્ણરાગથી કર. કવિતામાં આવડે તે તેમા, ગદ્યમાં આવડે છે તેમાં, સાદા શબ્દોમાં આવડે તો તેમાં–તને ગમે તે રીતે તે ગુણગાનમાં લીન થઈ જા, એના ગીતના તાલમાં નિમગ્ન થઈ જા અને એનું બહુમાન કરવામાં તત્પર બની જા. .
એ રીતે રાગાદિવિકારરહિત થઈ શાતસ્વભાવમાં વિવિધ પ્રેમના ભારથી એકરસ થઈ વિનોદ કર. શાંતરસનું પાન કર પ્રમોદભાવના એટલે શાહરસની ઉત્કૃષ્ટ જમાવટ છે આ રીતે હે વિનય! ગુણપરિતેષની રચના તુ કર
૫૪