________________
૪૨૪
શાંતસુધારમ
પતિનો અવાજ સાભળીને શા ઉમળકા આવ્યા હશે? આવુ ચમત્કારિક સતીત્વ આય લવનામાં હતુ હજુ છે અને આવડે તો જળવી શકાય તેમ છેઆવી વિશુદ્ધ વનિનાઓની પ્રમોદભાવે પ્રશમા કરી અને તેમના નામ લઈ પવિત્ર થઈએ.
હ, તાત્ત્વિક મહાપુરુષે તત્વજ્ઞાનને યથાર્થ રીતે બતાવે છે. સાત્ત્વિક મહાત્મા આત્માગમમાં રમણ કરી જગતની સર્વ ઉપાધિઓથી દૂર રહે છે. નાનાનીઓને માર્ગ તત્વવિવેચનને હોય છે અને તે કાર્ય કરવા માટે જરૂર પૂરતા તેઓ સમાજના પ્રબ ધમાં આવે છે. સાત્વિક રોગીએ જગતને ઓળખી ગયા હોય છે. એ સમાજથી બધા દૂર રહી ઉત્તમ આદર્શો પૂરા પાડે છે
તત્ત્વજ્ઞાની અને સાત્વિક ગીમાં તફાવત એ હોય છે કે તત્વજ્ઞાની હેતુ ને દેવાભાસાદિની ચર્ચા કરી શુદ્ધ નિર્ણય પર આવવા પ્રયત્ન કરે છે. સારિક રોગી બુદ્ધિની દરમ્યાનગીરી વગર સીધા આ તમાને પૂછે છે અને ત્યાંથી એને શુદ્ધ અવનિમાં ઉત્તર મળે છે. તવજ્ઞાની અને ગીમાં આ માટે તફાવત છે
બનેનુ સાધ્ય એક જ હેાય છે, માર્ગ પૃથફ હોય છે, પણ અને મળી જાય છે. બાહ્ય નજરે એક વ્યવહારનુ આલબન લેનાર દેખાય છે. બીજામાં નિશ્ચય તરફ વલ વધારે દેખાય છે. સુજ્ઞ એ બન્નેને સમન્વય કરે છે અને અનેકતામાં રહેલી એક્તા શોધી કાઢે છે.
તાવિક મહાપુરુષોમાં આપણે શ્રીમદયશોવિજય મહારાજનું નામ સત્તરમી સદીના અવતનું તુલ્ય ગણીએ ગીમા એ જ સદીના આનંદઘનજી શિખરસ્થાને આવે છે. આવા મહાપરના ગુણેનું કીર્તન કણ્વ, તેમનું નામકરણ કરવું એ મહાન શુભ યોગ છે. મોઘેરા લહાવે છે અને અવશ્ય કર્તવ્ય છે.
અનેક સજજન પ્રાણીઓ આ દુનિયામાં હતા અને અત્યારે છે. અજન કેણ કહેવાય તેની વિચારણા માટે પ્રથમ ઘણું લખાયેલ છે.
આવા સજન પુરુના મરણે પ્રેરક છે, બેધક છે. નિયામક છે. એમને અને ત વદન હે ! એવા મહાપુ જગત પર ઉપકાર કરી દષ્ટાન્ત પુરુ પાડનારા છે.
કેટલાયે મહાપુરુ વસ્તુપરીક્ષા કરવામાં અને તેનો વિવેક કરવામાં હંસબુદ્ધિવાળા હોય છે. એ ક્ષીર અને નીરને જુદા પાડી સર્વ સ ગ્રહે છે, કચરો ફેકી દે છે અને સત્યને સ્વીકાર કરી અને તે પર પ્રકાશ પાડે છે યથાર્થ-અયથાર્થીની પૃથક્કરણશક્તિ પ્રાપ્ત કરનાર આવા પુરુષ સ્વપરઉપકાર કરે છે અને એ આપણા સર્વ માનને યોગ્ય છે. આવા મહાપુરુ દૂર હોય કે નજીક હોય, પૂર્વકાળમાં થયા હોય કે અત્યારે વિદ્યમાન હોય, પુરુષ હોય કે સ્ત્રી હોય – ગમે તે હોય તે આપણું સ્મરણને પાત્ર છે અને તેનું સ્મરણ કરી આપણી જાતને પવિત્ર બનાવી કૃતાર્થ કરીએ છીએ