________________
[૩૯] તરીકે તેઓ પૂરજોસથી ઝળક્યા. યુવાવસ્થાનુ જોર પૂરું થયુ પછી સ સાર પર વૈરાગ્ય આવ્યો. સ. ૧૭૨૩મા “શાતસુધારસ ગ્રથ બનાવે આ રીતે મહાન લેખક તરીકે તેમનું જીવન ચાલ્યુ. ટીકાકારથી શરૂઆત અને શાંત રસપાનમાં પરિનિર્વાણ એ એમનો જીવનવિકાસ બતાવે છે “પુયપ્રકાશનું સ્તવન સ ૧૭૨માં બનાવ્યું એ એમનુ દિશાસૂચન છે ભગવતીસૂત્રની સેક્ઝાય સ ૧૭૩૧માં બનાવી એ વિદ્વત્તાદર્શક વ્યાખ્યાનની લાઈનમાં જનાર છે જીવનને છેડે તેઓ “શ્રીપાળનો રાસ” બનાવવા તૈયાર થયા એ એમનામાં સતત ચાલુ રહેલ રસાસ્વાદનવૃત્તિ બતાવે છે એ રાસમા (સ ૧૭૩૮) તેઓ સર્વ રસ આણી શક્યા છે તે બતાવે છે કે વૃદ્ધાવસ્થામાં પણ તેઓ જીવનરસ માણી શકતા હતા – આપી શકતા હતા આ પ્રકારનું તેઓનું સાધુજીવન હતું અને આ રીતનો તેમનો વિકાસ હતો જીવનરસ તેઓ અતપર્યત જાળવી શક્યા હતા એ ખાસ નોધવા લાયક બીના છે
એમની સર્વ કૃતિઓ રાંદેર, સુરત, ગાંધાર અને રાધપુરમાં થયેલી નોંધાયેલી છે, એ જોતાં એમનો વિહાર મુખ્યત્વે કરીને ગુજરાતમાં હશે એમ જણાય છે અને લોકપ્રકાશ ગ્રંથ જૂનાગઢમાં પૂરો કર્યો એટલે ગુજરાત-કાઠિયાવાડનો સમાવેશ થાય છે એમણે જાહેરમાં વ્યાખ્યાન વાચવામાં ખૂબ રસ લીધે હશે એમ તેમણે વ્યાખ્યાનની લખેલી સઝા પરથી જણાય છે. શ્રી ભગવતીસૂત્રની સજ્જાય, પાચ સમવાયી કારણની સઝાય એ દિશા તેમને ઝક બતાવે છે
તેઓશ્રી સત્યવિજય પન્યાસ સાથે ક્રિયાઉદ્ધારમાં જોડાઈ શક્યા નહિ તેથી તેઓ મૂળ પાટને વળગી રહ્યા હશે એમ જણાય છે તેઓએ જે શબ્દોમાં કલ્પકિરણાવલી ટીકાને અંગે ધસાગર ઉપાધ્યાય પર ટીકા કરી છે તે પરથી જણાય છે કે તેઓનું વલણ એક અથવા બીજી રીતે તે વખતના તપગચ્છના ઝગડામા ઝુકાવવાનુ હતુ અત્રે એ ઝગડાની વિગતમાં ઊતરવાનું સ્થળસ કેચના કારણે બને તેમ નથી માત્ર તેની આછી રેષા છેવટના ભાગમાં આપવામાં આવશે ટૂંકમાં કહીએ તો શ્રી કલ્પસૂત્ર પર ધર્મસાગર ઉપાધ્યાયે કલ્પકિરણાવલી નામની ટીકા લખી હતી, શ્રી વિનયવિજય ઉપાધ્યાયે “કલ્પસુબાધિકા” ટીકા લખી, તેમાં ઘણી જગ્યાએ ધર્મસાગરના કરેલા અર્થ પર ચર્ચા કરી છે કેટલીક વાર તો ધર્મસાગરના અર્થ માટે દત વિત્યું એટલે એ વિચારવાયોગ્ય છે' એમ લખ્યું છે અને કોઈ કોઈ સ્થળે વધારે પડતી ટીકા જરા આકરા શબ્દોમા પણ કરી છે ત્યારપછી ધર્મસાગરના શિષ્યોએ ‘વિનયભુજ ગમયૂરી' નામની પુસ્તિકા રચી, તેમાં વિનયવિજય ઉપાધ્યાયના કરેલા અર્થો પર ટીકા કરી છે. આ ચર્ચા ગૃહસ્થાઈની મર્યાદામાં રહી શકી હોત તો તેમા કાઈ વાધા જેવું ગણી શકાત નહિ. એક વસ્તુના જુદા જુદા દષ્ટિબિન્દુથી અથવા વ્યાકરણના નિયમે જુદા જુદા અર્થ કરવા એ તો વિદ્વત્તાના વિલાસે છે, પણ એમાં અ ગત તત્ત્વ આવે એટલે ઘણીવાર સભ્યતા ચૂકી જવાય છે. “વિનયભુજ ગમયૂરી' એ શબ્દ જ એ ભય કર છે કે એમા પછી