________________
પ્રમોદભાવના
૪૧૯ સ્થાનકેના પત્રક ભરનાર અને વિચારણામાં ક્લાકો કાઢનારને એ વ્યવસાયી જીવનનો વિચાર કરતા પ્રમભાવનાની વિશિષ્ટતા સાપડે છે
કેઈ પણ પ્રાણીમાં કોઈ પણ ગુણ પ્રકટ થતો દેખાય તો તેનું બહુમાન કરવું, તેને આદર કરવો, એનામાં ગુણવૃદ્ધિ થાય તેવી તેની ખૂઝ કરવી અને તેને ગુણમાં મજબૂત કરે એ આપણું કર્તવ્ય છે.
પૂર્વસંચિત પુણ્યને લમી આદિ સાધનને અગે કોઈ ઉદારતા બતાવે તો એને મત્સર ન કરે, પણ એને મળ્યું છે અને મળશે એવી ભાવના કરી હૃદયથી એમાં આનદ અનુભવ. એની ચગ્ય પ્રશસા કરવી એ ગુણપ્રાપ્તિને સરળ ઉપાય છે.
પ્રમોદભાવિત આત્મામાં અસૂયા કે મત્સર તો હોય જ નહિ એ તે ગુણ જુએ તે પિતાની જાતને પણ ભૂલી જાય. એ ભાષણથી, વચનથી, ગાનથી, નૃત્યથી અથવા જે રીતે યોગ્ય જણાય તે રીતે સત્ત્વગુણ ઉપર વારી જાય પ્રમોદભાવનાનાં આદર્શો અને વર્તને ઉચ્ચગ્રાહી જ હોય.
ર. જૈનદર્શનકારોએ વિવિધ ત્રિવિધ શુભ-અશુભ બ ધનની વાત કરી છે મનવચનકાયાના યોગોથી કર્મબ ધન થાય છે તે આપણે આઝવભાવનામાં જોઈ ગયા છીએ તેના કરણ, કરાવણ અને અનુમોદન એમ પ્રત્યેકના ત્રણ ત્રણ વિભાગ છે કાયાથી કોઈ કાર્ય કરવું, અન્ય પાસે કરાવવું અને કઈ કરતો હોય તેની પ્રશંસા કરવી આ ત્રણ રીતે શુભ અથવા અશુભ કર્મલ ધ થાય છે. શુભાશુભ બ ધન કાર્યની આદેયતા–અનાદેયતા પર આધાર છે. એ જ પ્રમાણે વચન અને કાયાના ત્રણ ત્રણ પ્રકાર સમજી લેવા. આમાં કઈ કઈ વાર કરણ, કરાવણ ને અનુમોદણ સરખા ફળ નિપજા” એટલે સુધી વાત બની જાય છે અનુમોદના કરનારની અ તરભાવના તીવ્રતમ હોય તો તે મૂળ કરનાર જેટલો ગુણશ્રેણીમાં ચઢી જાય છે અને કેઈક અપવાદવાળા પ્રસ ગેમા કરનાર કરતા વધારે લાભ પણ અનુમોદક મેળવી શકે છે. કરનારમાં કષાયપરિણતિ (માનાદિ) હોય અને અનુમોદકમાં સરળતા હોય તે આ પણ સ ભવે. આ પ્રમાણે વિચારણા લાબી થતી જાય છે, માટે હવે અહીં અટકી જઈએ.
કઈ પ્રાણુ ખૂબ દાન આપે, કેઈને બહુ માન મળે તો એમાં તું આનદ માન, દાન આપનારને ધન્ય છે, એ એના પૈસાને સદુપયોગ કરે છે માન એના પુન્યથી મળ્યું છે.
જે પ્રાણી દાન અથવા ભોગમાં પિસા વાપરતે નથી તેને અને ધનનાશ તો જરૂર જોવો પડે છે ભાગ તો પાપનું દ્વાર છે. વળી ભેગ ભેગવાયા એટલે ખલાસ થઈ જાય છે. દાન એ ધનનો સર્વોત્કૃષ્ટ ઉપયોગ છે ધન્ય છે એને કે જે દાન કરી ધન ઉપરની મૂરછ ઉતારે છે